Entertainment
પેટ પકડીને હસવા માટે થઇ જાઓ તૈયાર, ‘વેલકમ 3’માં ટવીસ્ટ સાથે મળશે કોમેડીનો ડોઝ

સુપરહિટ કોમેડી ફિલ્મો ‘વેલકમ’ અને ‘વેલકમ 2’ લોકોને એટલી પસંદ આવી હતી કે લોકો તેના ત્રીજા ભાગની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. આ ફિલ્મે દર્શકોનું ભરપૂર મનોરંજન કર્યું છે, જેઓ ‘વેલકમ 3’ની રાહ જોઈ રહ્યા હતા. તેમના માટે એક સારા સમાચાર છે, હા આ ફિલ્મની રિલીઝ ડેટ જાહેર થઈ ગઈ છે અને ફિલ્મનું ટાઈટલ પણ જાહેર થઈ ગયું છે. ‘વેલકમ’ વર્ષ 2007માં અને ‘વેલકમ બેક’ વર્ષ 2015માં રિલીઝ થઈ હતી. નોંધપાત્ર વાત એ છે કે આ ફિલ્મની સ્ટાર કાસ્ટ પણ બદલાઈ શકે છે.
વેલકમ 3 આ દિવસે રિલીઝ થશે
ફિલ્મ ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે પોતાના ટ્વિટર હેન્ડલ પર ફિલ્મ ‘વેલકમ 3’ સાથે જોડાયેલી કેટલીક ખાસ માહિતી આપી છે. તેણે ટ્વિટ કરીને લખ્યું કે, ફિરોઝ નડિયાદવાલાની ફિલ્મ ‘વેલકમ 3’ ક્રિસમસ 2024માં રિલીઝ થશે. ‘વેલકમ’ ફ્રેન્ચાઈઝીના ત્રીજા ભાગનું નામ ‘વેલકમ ટુ ધ જંગલ’ હશે. નિર્માતા ફિરોઝ નડિયાદવાલાની આ ફેમિલી એન્ટરટેઈનર ફિલ્મ જોવા માટે લોકો ભારે ઉત્સાહમાં છે. નિર્માતાએ વર્ષ 2007માં ક્રિસમસ પર ‘વેલકમ’ ફિલ્મ રિલીઝ કરી હતી.
કોમેડીનો ડોઝ ટવીસ્ટ સાથે મળશે
ફિરોઝ નડિયાદવાલાએ ‘વેલકમ 3’ પહેલા એસ ફિલ્મના બંને ભાગોનું નિર્માણ પણ કર્યું હતું. ‘વેલકમ’ બોલિવૂડની સુપરહિટ કોમેડી ફ્રેન્ચાઈઝી ફિલ્મમાંથી એક છે. પહેલા બે ભાગમાં અક્ષય કુમાર લીડ રોલમાં હતો. આ ફિલ્મમાં અક્ષય ઉપરાંત સંજય દત્ત અને અરશદ વારસી લીડ રોલમાં જોવા મળશે. આ સમયની સ્ટારકાસ્ટને જોયા બાદ સ્પષ્ટ થાય છે કે ફિલ્મમાં કોમેડીનો ટ્રિપલ ડોઝ મળવાનો છે. ‘વેલકમ 3’માં અક્ષય કુમારને મુન્નાભાઈ અને સર્કિટ સાથે કોમેડી કરતા જોવાની ઘણી મજા આવશે. અભિનેત્રીના નામ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.