Ahmedabad

ઇંગ્લેન્ડના લેક ડિસ્ટ્રિક્ટમાં સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા ઘનશ્યામ મહારાજની દિવ્યતાસભર નગરયાત્રા તથા સ્વામીબાપાની સ્મૃતિ ભક્તિભાવપૂર્વક યોજાઈ

Published

on

મેયરશ્રી, સાર્જનટ પોલીસ વગેરે મહાનુભાવોની ઉપસ્થિતિ…

ઈંગ્લેન્ડ પોતાની આગવી સંસ્કૃતિ અને સ્થાપત્યો છે. ચોતરફ હરિયાળીનો મબલખ વૈભવ છે. અઢળક વેરાયેલું કુદરતી સૌંદર્ય છે. લેક ડ્રિસ્ટ્રિકટ એટલે ૧૬ જેટલા સરોવરો – તળાવોનું શહેર. લેક વિન્ડરમિયર એક અતિ સુંદર કુદરતી સ્થળ છે. કુદરતી સૌંદર્યથી ભરપુર લેક ડ્રિસ્ટ્રકટમાં આવેલું વિન્ડરમિયર ઈંગ્લેન્ડ રાષ્ટ્રનું મોટામાં મોટું સરોવર છે. લેક ડિસ્ટ્રિક્ટ વિપુલ જળરાશિ ધરાવે છે. વિન્ડરમિયરના તથા તેની આજુબાજુના રમણીય કુદરતી દ્રશ્યો 300 મીટર ઊંચી વૃક્ષાછાદિત ટેકરીઓ તથા તેની મધ્યમાં આવેલા નાના ટાપુઓ પ્રવાસીઓ માટે આકર્ષણરૂપ બની રહેલા છે.

Advertisement

શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આદ્ય આચાર્યપ્રવર ગુરુદેવ શ્રી મુક્તજીવન સ્વામીબાપા સંવત 2035 ભાદરવા સુદ છઠ તારીખ: 29/08/1979 બુધવારના રોજ લેક ડિસ્ટ્રિક્ટ વિન્ડરમિયરમાં આશરે 500 ઉપરાંત હરિભક્તો સહ યુરોપિયનો સ્વામીબાપાનાં અવિસ્મરણીય દર્શનનો લ્હાવો લેવા ઉમટી પડ્યા હતા. સ્વામીબાપાએ પોતાના ઉત્તરાધિકારી એવા વેદરત્ન આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજને પોતાની બાજુમાં જ બેસાડયા અને પ્રેમથી ભેટતા સ્વામીબાપા અને વેદરત્ન આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજનું મિલન અદ્ભુત હતું. ત્યારથી આ વિસ્તાર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના હરિભક્તો માટે તીર્થસ્થાન બની ગયો છે.

ઇંગ્લેન્ડના, લેક ડિસ્ટ્રિક્ટમાં મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની અધ્યક્ષતામાં સંતો હરિભક્તોએ સાથે મળી શ્રી ઘનશ્યામ મહારાજની ભવ્યતા અને દિવ્યતા સભર નગરયાત્રા સહિત સત્સંગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. સુંદર કલાકૃતિ ધરાવતા રથમાં શ્રી હરિકૃષ્ણ મહારાજ સહિત શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજ તથા મહંત સદ્ગુરુ સંતો બિરાજમાન થયા હતા. શ્રી મુક્તજીવન સ્વામીબાપા પાઈપ બેન્ડ, બોલ્ટન તથા લંડને નગરયાત્રામાં ભક્તિરસના સૂરો રેલાવ્યા હતા અને અનેકાનેક યુરોપિયન આદિ રાષ્ટ્રોના સહેલાણીઓને આકર્ષિત કર્યા હતા. પરમ પૂજ્ય આચાર્ય સ્વામીશ્રી મહારાજના સ્યંદનની પાછળ કળશધારી બહેનોએ પણ ભક્તિભાવથી કીર્તનોનું ગાન કર્યું હતું. ત્યારબાદ કેમ્બ્રિયા વિસ્તારમાં આવેલા યુકેના સૌથી વિશાળ લેક વિન્ડરમિયરમાં ૪૪ વર્ષ પહેલાં ઈ.સ. ૧૯૭૯ માં ગુરુદેવ શ્રી મુક્તજીવન સ્વામીબાપા તથા વેદરત્ન આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજ મિસ કેમ્બ્રિયા નામક ક્રુઝમાં બિરાજમાન થયા હતા તે ક્રુઝમાં પરમ પૂજ્ય આચાર્ય સ્વામીશ્રી મહારાજ સહિત સંતો હરિભકતોએ નૌકાવિહાર પણ કર્યો હતો.

Advertisement

આ અવસરે Mayor Leitch Hallstsch, Councillor Aidrian Legge, Police Sergent – Suzzanne O’Neill
Police constable – Becky
Cruise Owner – Nigel Wilkinson MBE
Lake Manager – John Woodburn વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

નૌકાવિહાર કર્યા બાદ લેક ડિસ્ટ્રિક્ટ વિન્ડરમિયરમાં શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજ તથા સદ્ગુરુ સંતોએ વેદરત્ન આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજની પરમ સ્મૃતિમાં નવા વૃક્ષનું આરોપણ કર્યું હતું. ત્યારબાદ સ્વામીબાપા હિલમાં શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આદ્ય આચાર્યપ્રવર ગુરુદેવ શ્રી મુક્તજીવન સ્વામીબાપાની સ્મૃતિ શિબિર પણ યોજાઈ હતી. સ્મૃતિ શિબિરમાં પરમ પૂજ્ય જ્ઞાનમહોદધિ આચાર્ય સ્વામીશ્રી મહારાજે ગુરુદેવ શ્રી મુક્તજીવન સ્વામીબાપાનું પૂજન, અર્ચન તથા આરતી પણ ઉતારી હતી. ત્યારબાદ ગુરુદેવ શ્રી મુક્તજીવન સ્વામીબાપાના દિવ્ય આશીર્વાદનું પાન પણ કરવામાં આવ્યું હતું.

Advertisement

લેક ડિસ્ટ્રિક્ટમાં અવિસ્મરીયણ પ્રસંગોની સ્મૃતિને તાજી રાખવા અને દિવ્ય આશીર્વાદની સ્મૃતિને જીવંત રાખવા માટે શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાના ષષ્ઠ વારસદાર આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની અધ્યક્ષતામાં વિશાળ સંતો હરિભક્તો સહિત પધારી ગુરુદેવ શ્રી મુક્તજીવન સ્વામીબાપાની સ્મૃતિ શિબિરનો ભક્તિભાવપૂર્વક ઉલ્લાસભેર લીધો હતો.

Advertisement

Trending

Exit mobile version