Gujarat
ઘોઘંબા ભાથીજી મંદિરે ઝાયણી, પાટોત્સવ તથા બળીયા બાપજી ની પ્રતિષ્ઠા કરાઈ (પ્રતિનિધિ ગોકુળ પંચાલ) ધનેશ્વર રોડ ઉપર આવેલ ભાથીજી મંદિરે ક્ષત્રિય સમાજ દ્વારા ઝાયણી, પાટોત્સવ તથા બળીયા બાપજીની પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઘોઘંબા તેમજ આજુબાજુ ગામોના શ્રદ્ધાળુઓ તથા રાજકીય આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ઘોઘંબા નગરના ધનેશ્વર રોડ ઉપર ક્ષત્રિય વીર ભાથીજી મહારાજનું મંદિર આવેલું છે દેવ દિવાળી પ્રસંગે ક્ષત્રિય સમાજ દ્વારા આજરોજ ભાથીજી મંદિર ખાતે ધાર્મિક પ્રસંગોનો ત્રિવેણી સંગમ યોજ્યો હતો જેમાં ઝાયણી,ત્રીજો પાટોત્સવ તથા બળીયાદેવ મહારાજની પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી જેના આયોજનના ભાગરૂપે મંદિરના પટાંગણમાં યજ્ઞ તેમજ મહાભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું આજના કાર્યક્રમમાં ઘોઘંબા ગામના સરપંચ નિલેશભાઈ વરિયા ક્ષત્રિય આગવાન મહેશસિંહ ચૌહાણ સહિત ભાજપના રાજકીય આગેવાનો તથા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
(પ્રતિનિધિ ગોકુળ પંચાલ)
ધનેશ્વર રોડ ઉપર આવેલ ભાથીજી મંદિરે ક્ષત્રિય સમાજ દ્વારા ઝાયણી, પાટોત્સવ તથા બળીયા બાપજીની પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઘોઘંબા તેમજ આજુબાજુ ગામોના શ્રદ્ધાળુઓ તથા રાજકીય આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
ઘોઘંબા નગરના ધનેશ્વર રોડ ઉપર ક્ષત્રિય વીર ભાથીજી મહારાજનું મંદિર આવેલું છે દેવ દિવાળી પ્રસંગે ક્ષત્રિય સમાજ દ્વારા આજરોજ ભાથીજી મંદિર ખાતે ધાર્મિક પ્રસંગોનો ત્રિવેણી સંગમ યોજ્યો હતો જેમાં ઝાયણી,ત્રીજો પાટોત્સવ તથા બળીયાદેવ મહારાજની પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી જેના આયોજનના ભાગરૂપે મંદિરના પટાંગણમાં યજ્ઞ તેમજ મહાભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું આજના કાર્યક્રમમાં ઘોઘંબા ગામના સરપંચ નિલેશભાઈ વરિયા ક્ષત્રિય આગવાન મહેશસિંહ ચૌહાણ સહિત ભાજપના રાજકીય આગેવાનો તથા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા