Uncategorized
દિલ્હીમાં ભાજપનો જલવંત વિજય થતા ઘોઘંબા ભાજપ પ્રમુખે વડાપ્રધાનને શુભેચ્છા પાઠવી

(ઘોઘંબા)
દિલ્હી વિધાનસભામાં ભાજપે 47 સીટો મેળવી ભવ્ય વિજય મેળવ્યો છે તેની ખુશીમાં આજરોજ ઘોઘંબા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ નરેન્દ્રસિંહ પરમારની અધ્યક્ષતામાં ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી હતી. ઘોઘંબા ભાજપ પ્રમુખે ભાજપના આ વિજયને શ્રેષ્ઠ વિજય ગણાવી આ વિજય નરેન્દ્ર મોદી તથા ગૃહમંત્રી અમિતશાહને સમર્પિત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી અમારા માર્ગદર્શક છે અમે તેમના નિયમોને અનુસરીએ છીએ. દિલ્હીની જીતનો શ્રેય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહને આપવો પડે તેમના સતત પરિશ્રમથી દિલ્હીની ગાદી ઉપર ભગવો લહેરાયો છે। હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી અને અમિતભાઈ શાહને ખુબ ખુબ અભિનંદન પાઠવું છું તેમજ દિલ્હીની જીતમાં અન્ય કેન્દ્રીય નેતાઓએ જીતનો પાયો નાખ્યો તેઓને વધાવુ છુ તેમજ દિલ્હીમાં વિજય બનેલા તમામ ધારાસભ્યને અભિનંદન પાઠવું છું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિતભાઈ શાહના નેજા હેઠળ દેશના સર્વત્ર રાજ્યોમાં કેસરિયો લહેરાશે તેવો મને મારા રાજકીય ગુરુઓ નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહ ઉપર ભરોસો છે.