Gujarat
ઘોઘંબા BOB નુ ATM કે કચરા પેટી સફાઈના અભાવે ચારેબાજુ કચરો જ કચરો
(અવધ એક્સપ્રેસ દ્વારા)
બેંક ઓફ બરોડા નું ATM બન્યુ ડમ્પિંગ યાર્ડ ચારે બાજુ કચરો જ કચરો BOB ના અધિકારીઓની નિષ્કાળજી કારણે ATM ધારકોને હાલાકી ઘોઘંબા નગરમાં બેન્ક ઑફ બરોડા શાખા દ્વારા એપીએમસી સામે આવેલ શોપિંગ સેન્ટરમાં પ્રજાની સગવડતા માટે એ.ટી.એમ મૂકવામાં આવ્યું છે જે સાફ-સફાઈના અભાવે કચરા પેટી જેવું લાગી રહ્યું છે. બેન્ક ઓફ બરોડાના અધિકારીઓની લાપરવાહીના કારણે ATMમાં ચારે બાજુ કચરો જ કચરો જોવા મળે છે. એ.સી પણ બગડેલા હોય તેના કેટલાક સાધનો એટીએમ માં છૂટાછવાયા પડ્યા છે એટીએમમાં ગ્રાહકોને મોં ઉપર હાથ મૂકી અથવા તો નાક દબાવી ઉપયોગ કરવો પડે છે bank of baroda દેશ વિદેશમાં શાખાઓ ખોલી સ્વચ્છતા સાથે પારદર્શક વહીવટનો સંદેશો આપે છે ત્યારે ઘોઘંબા શાખાના અણઘડ વહીવટના કારણે એટીએમમાં થયેલી ગંદકી લોકોમાં નકારાત્મક સંદેશો ફેલાવે છે
ઘોઘંબા બેન્ક ઓફ બરોડા શાખામાં સ્ટાફના તોછડા વર્તનને કારણે ગ્રાહકો બેંકમાં જવાનું ટાળી એટીએમનો ઉપયોગ કરે છે ત્યારે એટીએમની અંદર કચરો જ કચરો જોવા મળે છે સ્વચ્છ ભારત અભિયાનના ધજાગરા ઉડાડતા ATMના કારણે આખી બેન્ક બદનામ થઈ રહી છે ATM એટલે એની ટાઈમ મની પરંતુ ઘોઘંબામાં લોકો કચરાના કારણે ATM નો અર્થ આવ્યુ ત્યારથી મુશ્કેલી તેવો કાઢી રહ્યા છે BOBના વહીવટકર્તાઓની નિષ્કાળજીને કારણે કચરાપેટી બનેલા એ.ટી.એમની સાફસફાઇ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં એટીએમમાં પ્રવેશવું મુશ્કેલ બનશે અને આખા ગામનો કચરો ડમ્પીંગ યાર્ડની જેમ એટીએમમાં ઠલવાય તો નવાઈ નહીં