Panchmahal
ઘોઘંબા MGVCL ના અધિકારી રાજકીય આગેવાનો ના ચાટુકાર ? લાઈટ બિલ પ્રજા ભરે ને ફોન ઉપાડે રાજકારણી ઓના!
(ગોકુળ પંચાલ દ્વારા)
ઘોઘંબા એમજીવીસીએલના નફ્ફટ અધિકારીને કારણે ૬ ગામોમાં અંધારપટ જોવા મળ્યો છે ઘોઘંબા તાલુકાના પરોલી સહિત છથી વધુ ગામોમાં ઘોઘંબા એમજીવીસીએલની આપખુદ શાહીને કારણે અંધારા ઉલેચવાના વારા આવ્યા છે પ્રિમોનસૂન કામગીરી માત્ર કાગળ ઉપર બતાવી દેતા સ્થાનિક રહીશોને 19 મી સદીમાં જીવતા હોવાનો અહેસાસ થઈ રહ્યો છે લોકો દ્વારા આ બાબતે એમજીવીસીએલ કચેરીઓ ફોન કરે તો કોઈ ફોન ઉપાડતું નથી mgvcl ના અધિકારી તિવારીને લોક ફરિયાદો સંભળાતી નથી. મતલબી કાન લઈને ફરતા અધિકારી માત્ર રાજકીય આગેવાનોના જ ફોન ઉપાડે છે અને તેમને મીઠા ટહુકા જેવો જવાબ આપી ખુશ કરી દેછે રાજકીય આગેવાનો જાણે આખા ગામના લાઈટ બિલ ભરતા હોય તે રીતે વિજ અધિકારી તેમનુ જ કહ્યું માનેછે. સામાન્ય માણસને તો આ અધિકારી ગણકારતા જ નથી.
પરોલી અરાદ રોડ ઉપર આવેલા જુવાનસિંહના ખેતરમાં ઝાડ પડવાના કારણે વીજળીના તાર ખેતરમાં જેમતેમ પડેલા છે કોઈ પશુ કે માણસ ને કરંટ ના લાગે.
તે માટે ઘટના ની જાણ કરવા એમજીવીસીએલ ઓફિસ માં વારંવાર ફોન કરવા છતાં કોઈ ફોન ઉપડયો નથી તથા એમજીવીસીએલ તંત્ર હજુ સુધી જોવા સુદ્ધા આવ્યું નથી ગ્રામજનો રજૂઆત કરી કરીને થાક્યા પરંતુ એમજીવીસીએલના પેટનું પાણી હતું નથી mgvcl ની બેદરકારીને કારણે છેલ્લા 9 કલાકથી છ ગામના લોકોને અંધારામાં રહેવાનો વારો આવ્યો છે
MGVCL ની નફ્ફટાઇ તો જુવો જીવંત વિજવાયર ઉપર ઝાડ પડ્યું હોવાની જાણ કરવા માટે mgvcl કચેરીએ લોકોએ વારંવાર ફોન કર્યો હતો. પરંતુ ત્યાં હાજર કર્મચારી ફોન ઉપાડતા જ નથી એક સામાજિક કાર્યકર તથા પત્રકાર ગોકુળભાઈ પંચાલ દ્વારા mgvcl ના અધિકારી તિવારીને ફોન કર્યો પરંતુ તેમણે ફોન ઉપાડ્યો નહીં ત્યારબાદ એક રાજકીય આગેવાને ફોન કરતા તેમણે ફોન ઉપાડ્યો ત્યારે રાજકીય આગેવાનોના તળીયાદ ચાટતા અધિકારીને સામાન્ય માણસની કંઈ પડી જ નથી જો કોઈ અકસ્માત થાય ત્યારે એમજીવીસીએલ ની ટીમ રાંડયા પછીનું ડાપણ કરવા આવશે ત્યારે આ વિસ્તાર ની પ્રજા તેમને પાઠ ભણાવશે તેવું અનુમાન આ વિસ્તાર ના લોકો માં રહેલા રોષ ઉપર થી સ્પષ્ટ દેખાઈ રહ્યું છે