Panchmahal
ઘોઘંબા નાલંદા વિદ્યાલય માં જલિયાવાલા બાગમાં વીરગતિ પામનાર શહીદોને શ્રદ્ધાજંલી અર્પી

નાલંદા વિદ્યાલય પરિવાર દ્વારા શાળા પરિસરમાં , જલિયાવાલા બાગમાં વીરગતિ પ્રાપ્ત કરનાર નિર્દોષ નાગરિકોને શ્રદ્ધાજંલી અર્પી શ્રદ્ધા સુમન અર્પિત કરાયા.
104 વર્ષ પૂર્વે 13 એપ્રિલ 1919ના દિવસે પંજાબ અમૃતસર ના જલિયાવાલા બાગમાં એકત્રીત થયેલા સ્ત્રીઓ, બાળકો , અપંગો અને વૃદ્ધો સહિત 5000 લોકો પર જનરલ ડાયર દ્વાર ક્રૂરતા પૂર્વક અચાનક ગોળીબાર કરી હત્યા કરાઇ હતી. જે ઘાતકી ઘટનાને આજે પણ વિશ્વ વખોડે છે.
બાળકો ઘટનાની માહિતી મેળવ્યા પછી ભાવ વિભોર બની ગયાં હતાં અને અશ્રુ ભરી આંખે શ્રદ્ધાંજલિ અર્પી હતી.