Panchmahal
ઘોઘંબા સરપંચ ના પાણી નો બગાડ અટકાવવા પ્રયાસો
(સુરેન્દ્ર શાહ દ્વારા”)
સતત લોકોની ચિંતા સેવતા ઘોઘંબા ગ્રામ પંચાયતના સરપંચને પાણીનો બગાડ ન થાય અને આવનાર ગરમીના દિવસોમાં પાણીની તકલીફ વેઠવી ન પડે તે માટે આગોતરું આયોજન કરી તારીખ 4 માર્ચના રોજ ગ્રામસભા નું આયોજન નક્કી કર્યું હતું. જેમાં મુખ્યત્વે મુખ્ય એજન્ડા ગામમાં પાણીનો બગાડ થતો અટકાવવા માટે ના ઉપાયો ની ચર્ચા કરવાનો હતો ચર્ચાઓને અંતે આખરે નક્કી કરવામાં આવ્યું કે જે પણ વ્યક્તિના ઘરેથી પાણીનો બગાડ થતો હશે અથવા તો પાણીની પાઇપ માં નળ ફીટ કરેલો નહીં હોય અને પાણી જાહેર રસ્તાઓ કે ગટરમાં વહેતું હશે તો તેવી વ્યક્તિ સામે 500 નો દંડ વસૂલ કરવામાં આવશે અને તે દંડ સ્થળ પર જ ભરવો પડશે દંડાયેલી વ્યક્તિ સ્થળ પર દંડ ભરવા સક્ષમ નહીં હોય તો તેઓના ગ્રામ પંચાયતના ખાતામાં દંડની રકમ ઉધારવામાં આવશે તદુપરાંત એક જ વ્યક્તિ ફરીથી પાણીનો બગાડ કરવામાં પકડાશે તો તેઓનું પાણીનું કનેક્શન કાપી નાખવામાં આવશે અને ભવિષ્યમાં ક્યારેય ફરી નળ કનેક્શન આપવામાં આવશે નહીં.
આ નિર્ણય ગ્રામ પંચાયતની ગ્રામસભામાં સમસ્ત ગામના હિતમાં લેવામાં આવ્યો છે આ અંગેની જાહેર નોટિસનું પેમ્પલેટ્સ સમગ્ર નગરમાં વહેંચીને તમામને જાણ કરવામાં આવી છે જોકે આવનાર દિવસોમાં ગરમીનું પ્રમાણ કલ્પના બહારનું હશે આ ઉપરાંત પાણીના સ્તર ઉડા ગયેલા છે તળાવો અને ફુવાઓમાં તથા ડેમોમાં 28% જ પાણીનો જથ્થો છે પરિણામે આવનાર દિવસોમાં પાણીની તકલીફ માં વધારો થશે આ પ્રશ્નને ધ્યાનમાં રાખીને પાણી બચાવવાના શુભ આસય સાથે ઘોઘંબા સરપંચ તથા સાથી સભ્યો ને વિશ્વાસમાં લઈને લેવામાં આવેલા આ નિર્ણયને ગામ લોકોએ પણ વધાવ્યો છે આ ઉપરાંત જાહેર રસ્તાઓ પર પાણી રેલાતા ગંદકી થાય છે તથા મચ્છર નો ઉપદ્રવ વધે છે મચ્છરોને લઈને આરોગ્યને નુકસાન થાય છે અને બીમારીમાં વધારો થાય છે આ બધી જ સમસ્યાઓને ધ્યાનમાં રાખીને ગ્રામ પંચાયત ઘોઘંબા દ્વારા લોકહિતમાં લેવામાં આવેલા આ નિર્ણયને ગામના બુદ્ધિજીવી વર્ગ દ્વારા વધાવામાં આવ્યો છે પાણીના બગાડને રોકવા માટે પ્રસિદ્ધ કરવામાં આવેલ જાહેર નોટિસ અતી આવશ્યક છે