Gujarat

ઘોઘંબા ભાજપ તથા આઈટીએમ મેડિકલ હોસ્પિટલના સહયોગથી નિશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો

Published

on

(અવધ એક્સપ્રેસ દ્વારા)

ઘોઘંબા માર્કેટિંગ યાર્ડ હોલ ખાતે આજરોજ નિશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં તાલુકા તથા ઘોઘંબા નગરના 200 જેટલા દર્દીઓએ કેમ્પનો લાભ લીધો હતો આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત ઘોઘંબા ભારતીય જનતા પાર્ટી તથા આ આઈ.ટી.એમ મેડિકલ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે ઘોઘંબા એપીએમસી હોલ ખાતે નિશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો હતો જેમાં વિવિધ રોગોના નિષ્ણાંત ડોક્ટરોની ટીમે ઘોઘંબા તાલુકા તથા નગરમાંથી આવેલા દર્દીઓની તપાસ કરી તેમને તદ્દન મફત દવા ઉપલબ્ધ કરાવી હતી. ભાજપ દ્વારા યોજાયેલા નિશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ કાર્યક્રમ ઘનશ્યામ પરમાર ના દેખરેખ હેઠળ શાંતિપૂર્ણ રીતે સમાપન કરાયું હતું

Advertisement

Trending

Exit mobile version