Panchmahal

ઘોઘંબાને લૉટરી લાગી ૯૪ ગામોમાં ૪૧૦.૫૦લાખની રકમના ૨૬૦ કામોના વર્ક ઓર્ડર અપાયા

Published

on

વિકેન્દ્રિત જિલ્લા આયોજન મંડળ,પંચમહાલ હસ્તકની વિવિધ જોગવાઈઓ જેવી કે,૧૫% વિવેકાધીન જોગવાઈ, તાલુકા કક્ષા,એટીવીટી કાર્યવાહક,એટીવીટી તાલુકા કક્ષા,પ્રાંત કક્ષા જોગવાઈ હેઠળ વર્ષ ૨૦૨૩-૨૪માં ઘોઘંબા તાલુકાના કુલ ૯૪ ગામોના કુલ રૂપિયા ૪૧૦.૫૦ લાખની રકમના કુલ ૨૬૦ કામોના વર્ક ઓર્ડરનું વિતરણનો કેમ્પ સ્વામિનારાયણ હોલ,ઘોઘંબા ખાતે યોજાયો હતો.

આ પ્રસંગે કલેક્ટરએ મંજુરી આપેલા કામોની વહીવટી પ્રક્રિયા પુર્ણ કરી તમામ કામોના વર્ક ઓર્ડર આપી સબંધિત ગ્રામપંચાયતને કામો સત્વરે શરૂ કરી કામોની ગુણવત્તા જાળવી સમય મર્યાદામાં પૂર્ણ કરવા તાકીદ કરી હતી. તેમજ મહત્વાકાંક્ષી તાલુકા તરીકેની કામગીરીમાં સહભાગી થવા આહવાન કર્યું હતું.

Advertisement

આ તકે ઉપસ્થિત ધારાસભ્ય કાલોલ ફતેસિંહ ચૌહાણ દ્વારા આ કામોના એકસાથે વર્ક ઓર્ડર આપવાથી કામ સમયસર અને પારદર્શી રીતે કરવા સરપંચઓને તાકીદ કરી હતી. ધારાસભ્ય હાલોલ જયદ્રહસિંહ પરમાર દ્વારા આ કામોના એકસાથે વર્ક ઓર્ડર આપવાની કલેક્ટરની કામગીરીની પ્રસંશા કરી અને સરપંચઓને આ કામગીરી સમયસર પૂર્ણ કરવા આહવાન કર્યું હતું.

ઘોઘંબા તાલુકાના કામોના વર્ક ઓર્ડર વિતરણ કેમ્પમાં જિલ્લા કલેક્ટર આશિષ કુમાર,જિલ્લા અગ્રણી મયંકભાઇ, તાલુકા ઉપ પ્રમુખ, શિક્ષણ સમિતિના ચેરમેન અન્ય પદાધિકારીઓ અને તમામ ગામોના સરપંચઓ અને તલાટી કમ મંત્રીઓ હાજર રહ્યા હતા.

Advertisement

વિકેન્દ્રિત જિલ્લા આયોજન મંડળ,પંચમહાલ હસ્તકની વિવિધ જોગવાઈઓ હેઠળ વર્ક ઓર્ડર વિતરણ કેમ્પ યોજાયો.

Advertisement

Trending

Exit mobile version