Panchmahal
ઘોઘંબા પ્રથીમિક શાળા માં કન્યા કેળવણી તથા પ્રવેશોત્સવ ઉજવાયો

ઘોઘંબા નગર માં આવેલ તાલુકા પ્રાથમિક શાળા ખાતે આજરોજ શાળા પ્રવશોત્સવ નુ આયોજન કરવામાં આવ્યું હતું નાની સિંચાઇ વિભાગ ના મનોજ પરમાર તથા CRC કોડીનેટર દિગમેશ પટેલ ના અધ્યક્ષ સ્થાને દીપ પ્રાગટ્ય કરી કાર્યક્ર્મ ની શરૂઆત કરવામાં આવી હતી.
શાળા ની બાલિકા દ્વારા સાંસ્કૃતિક ગીત રજુ કરવામાં આવ્યા હતા શાળામાં પ્રવેશ મેળવનાર બાળ વિદ્યાર્થી ઓને કુમ કુમ્ તિલક કરી દફતર ચોપડા આપી સ્વાગત કરાયુ હતું.
કાર્યક્ર્મ બાદ વિદ્યાર્થીઓને શાળા એ લાવતી ટ્રાન્સપોર્ટ ની ગાડી ઓને લીલી ઝંડી આપી હતી તેમજ શાળા ના પટાંગણ માં વૃક્ષા રોપણ કરવામાં આવ્યુ હતુ આજના પ્રવેતોસવ માં ઘોઘંબા સરપંચ નીલેશ વરિયા તલાટી કિરીટ બારીયા, પ્રજ્ઞેશ શાહ તેમજ ગામના વડીલો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા