Gujarat

બોરુ પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ ઉજવાયો

Published

on

બોરુ પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત ફાળવવામાં આવેલ ત્રણ સ્માર્ટ ક્લાસનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે એડિશનલ ડાયરેકટર જનરલ ઓફ પોલીસ ખુર્શીદ અહેમદ રહ્યા હતા. કાર્યક્રમમાં શૈલેષભાઇ પટેલ, હરેન્દ્રસિંહ, ,મોં.ઝૂબેર, સરપંચ રાશેદાબીબી બેલીમ, શકીલભાઇ બેલીમ સહિતના આગેવાનોની પણ હાજરી રહી હતી.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના જ બાળકો બેલીમ નાઝીયાબાનુ તૈયબભાઇ દ્વારા કરવામાં આવ્યું હતું. બાળકોએ ઉપસ્થિત મહેમાનોને પુસ્તક અર્પણ કરી સ્વાગત કર્યું હતું. ત્યારબાદ આંગણવાડી અને ધો. ૧ના બાળકોને શૈક્ષણિક કિટ અર્પણ કરવામાં આવી હતી. આ તકે ધો. ૮ની વિદ્યાર્થિની બેલીમ તમન્નાબાનુ દ્વારા “બેટી બચાઓ, બેટી પઢાઓ” વિષયે વક્તવ્ય રજૂ કરવામાં આવ્યું હતું.

Advertisement

આ સાથે શાળાના ધો. ૩ થી ૮ના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. શાળાને આઈસ વોટર આપનાર નરસિંહભાઇ વણઝારા, બાળકોને આઇકાર્ડ બનાવી આપનાર દાતા સોયબભાઇ, મંડપ અને ખુરશીના દાતા નીરૂબેન પુનમભાઈ નાયક ને અધિકારી દ્વારા સન્માનિત કરાયા હતા. શાળાના બાળકોને તિથી ભોજન આપનાર ભગવાનસિહ સોલંકી નું શાળા પરિવાર વતી સન્માન કરાયું હતું. આ કાર્યક્રમમાં સ્માર્ટ ક્લાસના લોકાર્પણ,વાલી મીટીંગ સહિત વૃક્ષારોપણ કાર્યક્રમ પણ યોજાયો હતો.

Advertisement

Trending

Exit mobile version