Gujarat

બાળકીઓએ મનમોહક મહેંદીઓ બનાવી:બોરુ પ્રાથમિક શાળામાં ગૌરીવ્રત નિમિત્તે મહેંદી સ્પર્ધા યોજાઈ

Published

on

બોરુ પ્રાથમિક શાળામાં ગૌરીવ્રત નિમિત્તે મહેંદી સ્પર્ધા યોજાઈ હતી. જેમાં ધોરણ ૩ થી ૮ ની વિદ્યાર્થિનીઓએ ઉમળકાભેર ભાગ લીધો હતો. બાળકીઓએ ખુબ જ ઉત્સાહ સાથે વિવિધ પ્રકારની કલાત્મક મનમોહક મહેંદીઓ બનાવી હતી.

બાળકોમાં શિક્ષણ ની સાથે અન્ય પ્રવૃત્તિ તેમજ રમત ગમત નું માર્ગ દર્શન પણ જરૂરી છે જે અનુલક્ષી કાજલબેન  બારોટના માર્ગ દર્શન હેઠળ સાડી સ્પર્ધા અને મેહંદી સ્પર્ધા યોજવામાં આવ્યુ હતું  આ પ્રસંગે મુખ્ય શિક્ષિક ગૌરાંગ જોશી અને રંજનબેન પટેલ તેમજ અન્ય શિક્ષકો દ્વારા બાળકો નો ઉત્સાહ વધાર્યો હતો જ્યારે મહેંદી સ્પર્ધામાં વિજેતા વિદ્યાર્થીનીઓ ને રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા.શાળાના તમામ બાળકોને બાળ પોષણ માટે દાતા ના સહયોગથી કેળા વિતરણ કરવામાં આવેલ.કેળા માં તમામ પોષણ હોય છે જે બાળકોના શારીરિક અને માનસિક વિકાસ માટે ખૂબ જ જરૂરી છે. તેમાં પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, આયર્ન, ફોલેટ, નિયાસિન, બી6, મેંગેનીઝ મળી આવે છે, નાના બાળકોની મગજ શક્તિ માટે પણ કેળા ખૂબ જ ફાયદાકારક હોય.બાળકો એ પ્રસન્ન ચિત્તે તેનું સેવન કર્યું  હતું.

Advertisement

Trending

Exit mobile version