Connect with us

Gujarat

શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી વિંઝોલ ખાતે યોજાયું ગીતા જયંતિ પર્વ

Published

on

Gita Jayanthi Parva held at Shri Govind Guru University Vinzol

પરિસંવાદમાં ૪૦૦ જેટલા સહભાગીઓએ શ્રીમદ્ ભગવદ ગીતા પ્રત્યે શ્રદ્ધા પ્રગટ કરી.

માગસર સુદ અગિયારશ, ૨૨ ડિસેમ્બર, ૨૦૨૩ ને શુક્રવારે ગીતાજયંતિના દિવસે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, વિંઝોલના દ્રષ્ટિવંત કુલપતિ મા. ડૉ. પ્રતાપસિંહ ચૌહાણ ના માર્ગદર્શનમાં વેદવ્યાસ ચેર અને યુનિવર્સિટીના અનુસ્નાતક સંસ્કૃત વિભાગના ઉપક્રમે ગીતા જયંતિ પર્વ, ઓન line અને ઓફ line પરિસંવાદ યોજવામાં આવ્યો.
આ પરિસંવાદમાં ૪૦૦ જેટલા સહભાગીઓએ ઉપસ્થિત રહીને ભારતીય તત્વજ્ઞાનના વિશ્વશ્રેષ્ઠ ગ્રંથ શ્રીમદ્ ભગવદ ગીતા પ્રત્યે પોતાની શ્રદ્ધા પ્રગટ કરી હતી.

Advertisement

Gita Jayanthi Parva held at Shri Govind Guru University Vinzol

કાર્યક્રમના પ્રારંભમાં સંસ્કૃત વિભાગના સંયોજક ડૉ. રાજેશ વ્યાસે મંગલાચારણ અને પ્રાસ્તાવિક રજૂ કર્યું. ત્યાર બાદ કુલપતિ, યુનિવર્સિટીના વિવિધ વિભાગોના પ્રોફેસરઓ, આસિસ્ટન્ટ પ્રોફેસરઓ અને phd ના શોધાર્થી છાત્રોએ શ્રીમદ ભગવદ ગીતાજીનું કંકુ અક્ષત, પુષ્પ વડે પૂજન કર્યું હતું. તત્પશ્ચાત રાષ્ટ્રપતિ પુરસ્કૃત વિદ્વાન ડૉ.વિજયભાઈ પંડ્યા અને ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગરના અધ્યક્ષ અને વિવિધ ભાષાઓના સાક્ષર મા. ભાગ્યેશભાઈ જહા શ્રીમદ ભગવદ્ગીતાનું તત્વજ્ઞાન અને જીવન સંદેશ વિષયે વિશદ વ્યાખ્યાન આપ્યાં. વેદવ્યાસ ચેરના સંયોજક ડૉ એન એમ ખંડેલવાલ ગીતાસાર વિશે પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. સમાપન નોંધ વ્યક્ત કરતાં કુલપતિ ડૉ.પ્રતાપસિંહ ચૌહાણ ગીતાના સંદેશ વિશે માર્ગદર્શન આપી ઉપસ્થિત સહભાગીઓને અભિનંદન પાઠવ્યા હતા. સમગ્ર પરિસંવાદની રૂપરેખા, સંકલન અને સંચાલન યુનિવર્સિટીના એકેડેમિક એડવાઇઝર ડૉ. કુમાર જૈમિનિ શાસ્ત્રીએ કર્યું હતું.

Advertisement
error: Content is protected !!