Chhota Udepur

વિશ્વમાં યોગની સ્વીકૃતિ ભારતીઓ માટે ગૌરવ ધારાસભ્ય: જયંતીભાઈ રાઠવા

Published

on

(પ્રતિનિધિ, કાજર બારીયા(અવધ એક્સપ્રેસ)

છોટાઉદેપુર જિલ્લા ના જેતપુરપાવી તાલુકાના પાણીબાર રામટેકરી ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી વિશ્વભરમાં આજે વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે દેશભરમાં વિવિધ સ્થળોએ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત આજ રોજ જેતપુરપાવી તાલુકાના રામટેકરી પાણીબાર ખાતે જેતપુરપાવી વિધાનસભાના ધારાસભ્ય જયંતીભાઈ રાઠવા ની ઉપસ્થિતિમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી હતી.

Advertisement

જેતપુરપાવીના ધારાસભ્ય જયંતીભાઈ રાઠવા એ પ્રાસંગિક ઉદબોધનના કહ્યું હતું કે આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રયત્નોથી આપણી ઋષિ પરંપરાના યોગને આગવી ઓળખ મળી છે. સંયુક્ત રાષ્ટ્રના ૧૯૩ દેશમાં આજે વિશ્વમાં યોગ દિવસની ઉજવણી થઈ રહી છે યોગ એ ભારતીય સંસ્કૃતિનો અભિન્ન અંગ છે આ ઋષિપરંપરાનું સમગ્ર વિશ્વને હજારો વર્ષોથી માત્ર આધ્યાત્મ જ નહીં પરંતુ સ્વસ્થ જીવન શૈલી પ્રદાન કરવામાં મહત્વનું યોગદાન રહ્યું છે. શારીરિક તથા માનસિક સ્વાસ્થ્ય માટે ફાયદા રૂપ યોગ આજે પણ પૃથ્વી વાસીઓને એક કુટુંબ તરીકે જોડવામાં પ્રયત્નશીલ છે.

રામટેકરી ખાતે નવમા વિશ્વ યોગ દિવસ નિમિત્તે ધારાસભ્ય જયંતીભાઈ રાઠવા ભાજપ આગેવાન ગોવિંદભાઈ રાઠવા ભાજપ સંગઠન મંત્રી બાબુભાઈ રાઠવા કારોબારી અધ્યક્ષ યોગેશભાઈ મહામંત્રી ચંદ્રસિંહભાઈ જિલ્લા પંચાયતના સભ્યો તાલુકા પંચાયતના સભ્યો તેમજ સરપંચો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી યોગ દિવસનો ભાગ લીધો હતો.

Advertisement

Trending

Exit mobile version