Business
હોળી પહેલા ખેડૂતો માટે સારા સમાચાર! આજે પીએમ મોદી ખાતામાં PM kishanનો 13મોં હપ્તો કરશે ટ્રાન્સફર
દેશના કરોડો ખેડૂતોની રાહનો આજે અંત આવી રહ્યો છે. વાસ્તવમાં, વડાપ્રધાન નરેન્દ્ર મોદી PM કિસાન સન્માન નિધિ યોજનાના 13મા હપ્તા તરીકે સોમવારે 8 કરોડથી વધુ ખેડૂતોના બેંક ખાતામાં 16,800 કરોડ રૂપિયાની રકમ જારી કરશે.
પીએમ-કિસાન યોજના હેઠળ, પાત્ર ખેડૂતોને દર 4 મહિનામાં 2,000 રૂપિયાના 3 સમાન હપ્તામાં વાર્ષિક 6,000 રૂપિયાનો આર્થિક લાભ આપવામાં આવે છે. આ રકમ લાભાર્થીઓના બેંક ખાતામાં સીધી મોકલવામાં આવે છે. આ યોજના ફેબ્રુઆરી, 2019 માં રજૂ કરવામાં આવી હતી પરંતુ તે ડિસેમ્બર, 2018 થી અસરકારક માનવામાં આવી હતી.
પીએમ કર્ણાટકના બેલાગવીમાં આ યોજનાનો 13મો હપ્તો બહાર પાડશે
એક સત્તાવાર નિવેદન અનુસાર, વડા પ્રધાન મોદી કર્ણાટકના બેલાગવીમાં આયોજિત એક કાર્યક્રમમાં પીએમ-કિસાન યોજનાનો 13મો હપ્તો રજૂ કરશે. પીએમ કિસાન અને જલ જીવન મિશનના લાભાર્થીઓ સહિત લગભગ એક લાખ લોકો આ કાર્યક્રમમાં ભાગ લે તેવી અપેક્ષા છે. આ દરમિયાન કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર અને કૃષિ સચિવ મનોજ આહુજા પણ હાજર રહેશે.
પીએમ કિસાન યોજના હેઠળ અત્યાર સુધીમાં 2.25 લાખ કરોડ રૂપિયાની રકમનું વિતરણ કરવામાં આવ્યું છે.
પીએમ-કિસાન યોજનાનો 11મો હપ્તો મે, 2022માં જ્યારે 12મો હપ્તો ઓક્ટોબર, 2022માં રિલીઝ કરવામાં આવ્યો હતો. આ યોજના હેઠળ અત્યાર સુધીમાં 11 કરોડથી વધુ ખેડૂતોને કુલ 2.25 લાખ કરોડ રૂપિયાની રકમનું વિતરણ કરવામાં આવ્યું છે. તેમાંથી 1.75 લાખ કરોડ રૂપિયા કોવિડ-19 સમયગાળા દરમિયાન ખેડૂતોને અનેક હપ્તામાં આપવામાં આવ્યા હતા.