Gujarat
વિકાસના વાયદા પૂર્ણ કરતી “સરકાર” છોટાઉદેપુરના ઘેલવાંટ ખાતે નવીન પંચાયત ઘરનું લોકાર્પણ કરાયું
પ્રતિનિધિ, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)
સરકાર દ્વારા છેવાડાના માનવી સુધી ચૂંટણી ટાણે કરેલા વિકાસના વાયદાઓને યુધ્ધના ધોરણે ઓપ આપવા અને છેવાડાના માનવીને માળખાકીય સુવિધા સહિત સરકારની વિવિધ યોજનાઓને પહોચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે વિવિધ યોજનાઓ અને વિકાસના કાર્યોની શરૂઆત ચૂંટાયેલા જન પ્રતિનિધિઓના હસ્તે કરવામાં આવી રહ્યા છે ત્યારે છોટાઉદેપુર તાલુકાના ઘેલવાંટ ખાતે નવનિર્મિત પંચાયત ઘરનું લોકાર્પણ છોટાઉદેપુર ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાના હસ્તે કરવામાં આવ્યુ હતું.
આ પ્રસંગે ધારાસભ્યએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યુ હતુ કે વિકાસશીલ ગામમાં રૂા. ૧૬ લાખના ખર્ચે નવીન બનાવેલ પંચાયત ઘર બનતા ગામના વિકાસના કામને વેગ મળશે અને સુવિધાઓથી સભર ગામડું બને તેમાટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના આ સંકલ્પને સિદ્ધ કરવા માટે સરકાર અવિરત પ્રયાસો કરી રહી છે. સરકારના પ્રયાસોથી છોટાઉદેપુર જિલ્લામાં જે નવીન ગ્રામપંચાયતોનું નિર્માણ થયું છે તેના થકી ગામડાના લોકો સરકારની યોજનાઓનો લાભ લઈ શકશે સાથે ઘર આંગણે જ તેમના પ્રશ્નોનું નિરકરણ આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સરકાર દ્વારા કરવામાં આવેલ વિકાસ કાર્યોના ફળ નાનામાં નાના ગામડા સુધી ચાખવા મળ્યા છે. સરકારની વિવિધ યોજનાઓના લાભ છેવાડાના ગ્રામજનોને મળી રહે તેની ચિંતા સરકારે કરી છે. રાજય સરકાર તથા ભારત સરકારની અનેક કલ્યાણકારી તથા વિકાસલક્ષી વિધવા પેન્શન, અવાસ વૃધ્ધા પેન્શન અવાસ યોજના તથા રોજગાર લક્ષી યોજનાઓની વિસ્તૃત જાણકારી આપી હતી, અને તેનો જરૂરીયાતમંદ લાભાર્થીઓને લાભ લેવા અનુરોધ કર્યો હતો
આ પ્રસંગે છોટાઉદેપુર ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, ઘેલવાંટ ગ્રામ પંચાયતના સરપંચ, જિલ્લા ગ્રામ વિકાસ અધિકારી, તલાટી ક્રમ મંત્રી,- તાલુકા સદસ્યો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.