Tech

Android ફોનમાંથી વાયરસ હટાવવા માટે સરકાર આપી રહી છે FREE ટૂલ, આ રીતે કરો યુઝ

Published

on

મેલવેર એટેક અને સાયબર ફ્રોડના વધતા કેસોને જોતા ડિપાર્ટમેન્ટ ઑફ ટેલીકમ્યુનિકેશન કેટલાક મહત્વપૂર્ણ પગલા ઉઠાવી રહ્યું છે. લોકોના સ્માર્ટફોનને સિક્યોર રાખવા માટે DoTએ ઘણા બૉટ રિમૂવલ ટૂલ્સ રજૂ કર્યા છે. આ ટૂલ્સની મદદથી તમે તમારા સ્માર્ટફોનને સિક્યોર રાખી શકો છો. આ ટૂલ્સ કેટલાક મહિના પહેલા જ લૉન્ચ થયું છે.

તેની મદદથી યુઝર્સ પોતાના ડિવાઈસને મેલવેરના જોખમથી સિક્યોર રાખી શકે છે. સ્માર્ટફોન યુઝર્સને જાગરૂક કરવા અને આ સિક્યોરિટી મેજર્સને પ્રમોટ કરવા માટે ડિપાર્ટમેન્ટ કેટલાક sms પણ મોકલી રહ્યું છે. તેમાં તમને એક લિંક પણ મળશે. જો કે, અમે તમને સલાહ આપશું કે કોઈ મેસેજમાં આવતી લિંક પર ક્લિક ન કરો.

Advertisement

સારી સેફ્ટી માટે તમે સીધા csk.gov.inની વેબસાઈટ પર જઈને Free Bot Removal Tool ડાઉનલોડ કરી શકો છો. જો કે સ્કેમર્સ આ રીતે smsનો ફાયદો ઉઠાવી શકે છે, માટે તમારે કોઈ અજાણી લિંક પર ક્લિક કરવાથી બચવું જોઈએ. તમે સીધા વેબસાઈટ પરથી આ ટૂલ્સને ડાઉનલોડ કરી શકો છો.

બૉટ્સનો જાળ

આ પ્રૉસેસમાં બૉટ્સને ઓળખીને તેને રિમૂવ કરી શકાય છે. આ બૉટ્સ કોઈ શંકાસ્પદ એક્ટર માટે ડિવાઈસની સિક્યોરિટીને કૉમ્પ્રોમાઈઝ કરે છે. સરળ શબ્દોમાં કહીએ, તો આ બૉટ્સ યુઝર્સના ફોનમાં રહીને હેકર્સ માટે ડાટા ચોરવાનું કામ કરે છે. તેના નેટવર્કને જ બૉટનેટ કહેવાય છે.

Advertisement

સામાન્ય યુઝર્સ સાયબર સ્વચ્છતા કેન્દ્ર એટલે કે csk પોર્ટલ પરથી ફ્રી મેલવેર ટૂલ્સને ફ્રી એક્સેસ કરી શકે છે. આ ઈનિશિએટિવનો ઉદ્દેશ્ય લોકો માટે સિક્યોર ઑનલાઈન એનવાયરમેન્ટ તૈયાર કરવાનું છે.

કેવી રીતે રિમૂવ કરી શકે છે બૉટ્સ?

બૉટ રિમૂવ કરનારા ટૂલ્સને એક્સેસ કરવા માટે તમારે કેટલીક વાતોનું ધ્યાન રાખવું પડશે. તમે સાયબર સ્વસ્છતા કેન્દ્રના પોર્ટલ પર રહેલા તમામ ટૂલ્સને એક્સેસ કરી શકો છો. તેના માટે તમારે www.csk.gov.in/ પર જવું પડશે. અહીં તમારે સિક્યોરિટી ટૂલ્સના ટેબ પર ક્લિક કરવું પડશે.

Advertisement

એ કંપનીને પસંદ કરવી પડશે જેનું બૉટ રિમૂવલ ટૂલ તમે ઈચ્છો છો. હવે તમારે Download બટન પર ક્લિક કરવું પડશે. આ રીતે તમારા ફોનમાં બૉટ રિમૂવલ ટૂલ ડાઉનલોડ થઈ જશે. હવે તમારે તેને રન કરવું પડશે. આ એપ્લિકેશન તમારી ડિવાઈસને સ્કેન કરવાના બૉટ્સને ડિટેક્ટ કરશે અને તેને રિમૂવ પણ કરશે.

 

Advertisement

Trending

Exit mobile version