Chhota Udepur
છોટાઉદેપુર અને બોડેલી ખાતે સરકારની રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમથી બાળકોના ચહેરા પર આવ્યા સ્મિત
પ્રતિનિધિ, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)
બાળકો દેશની આવતીકાલ છે દેશનું ઉજ્જવળ ભવિષ્ય છે. બાળકની એક મુસ્કાન આપણા દિલને રાહત આપે છે. ક્લેફ્ટ લિપ( કપાયેલા હોઠ) ધરાવતા બાળકોને સ્મિત આપવાનું કાર્ય કર્યું છે.
છોટાઉદેપુર અને બોડેલી ખાતે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત કપાયેલા હોઠ અને કપાયેલા તાળવા ના લાભાર્થીઓ માટે મફત ઓપરેશન માટે વધુ માં વધુ બાળકો ને લાભ થાય તે હેતુથી સ્માઈલ ટ્રેન સાથે સહભાગી કાશીબા ચિલ્ડ્રન હોસ્પિટલ,વડોદરા તથા આરોગ્ય શાખા, છોટાઉદેપુર ધ્વારા આયોજન કરાયેલ હતું જે અંતર્ગત ટોટલ ૨૮ લાભાર્થીઓને રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ ટીમ ધ્વારા કેમ્પ માં લવાયેલ હતા જે પૈકી ટોટલ ૧૩ બાળકો ને ઓપરેશન માટે તારીખ આપવા માં આવી અને બાળકો ના ચહેરા પર સ્મિત લાવવા તરફ એક પ્રયાસ કરવાં માં આવ્યો હતો. તેમ આર.બી.એસ.કે ટીમ ના મેડિકલ ઓફિસર ડો. રમેશ રાઠવા એ જણાવ્યું હતું.