Connect with us

Panchmahal

રવેરી ગામે ગોઝારો અકસ્માત:બેના મોત બે ગંભીર પાંચ ને સામાન્ય ઇજા

Published

on

gozaro-accident-in-raveri-village-two-dead-two-seriously-five-injured

સુરેન્દ્ર શાહ દ્વારા

ઘોઘંબા તાલુકાના રવેરી બસ સ્ટેન્ડ પાસે રાત્રિના 2:00 વાગ્યાના અરસામાં ખાનગી બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં ઇકો કારમાં સવાર વાલ્મિકી સમાજના શંકરભાઈ તથા ચંન્દુ ભાઈ નું ઘટના સ્થળે મોત નીપજયું હતુ જ્યારે અન્ય સાત લોકોને ગંભીર ઇજાઓ પહોંચતા 108 દ્વારા હાલોલ ખસેડવામાં આવ્યા હતા જેમાં મનોજ શંકર સોલંકી અને નિતિન લક્ષ્મણ સોલંકી ને વધુ ગંભીર ઈર્જા હોય તેઓને વડોદરા રીફર કરાયા હતા સામાન્ય ઇજા પામનારા લક્ષ્મણ શના સોલંકી, કૌશિક નટુ ચૌહાણ, શુરેશ મનુ સોલંકી, મિતુલ રાજેશ મોઈડિયા,અને ભરત શના મોઇડિયા આ તમામ લોકો ઈકોકાર અને વેગનઆર લઈને પાવીજેતપુર તાલુકાનાં મુવાડા ગામથી બાલાશિનોર ખાતે લકવાની અસર પામેલા તેમના સબંધી ની ખબર જોવા ગયા હતા રાત્રિ ના પરત ફરતા રવેરી બસસ્ટેન્ડ પાસે ગોઝારો અકસ્માત થયો રાત્રિના સમયે અકસ્માતનો ધડાકા સાથે મોટો અવાજ થતાં લોકો ઊંઘમાંથી ઝબકી રોડ ઉપર આવ્યા હતા અને અકસ્માત માં ઘવાયેલા લોકોને બહાર કાઢી તેમને દવાખાને પહોંચાડવા માટે 108 ને કોલ કરી તાત્કાલિક તમામ ને હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે રવાના કર્યા હતા.

Advertisement

gozaro-accident-in-raveri-village-two-dead-two-seriously-five-injured

રવેરી બસ સ્ટેન્ડ વિસ્તારને અકસ્માત ઝોન જાહેર કરી ત્યાં સુચના બોર્ડ તેમજ અન્ય સુરક્ષાલક્ષી કામગીરી તંત્ર દ્વારા કરવી જોઈએ રવેરીના બે કિલોમીટરના અંતરમાં છાસવારે અકસ્માતો સર્જાય છે જેમાં અસંખ્ય લોકોએ જીવ ગુમાવ્યા છે ત્યારે અહીં સ્પીડ બ્રેકર તેમજ બેરીકેટ મૂકવામાં આવે જેથી અહીંથી પસાર થતી ગાડીઓની ગતિ ધીમી પડે અને અકસ્માતના બનાવ માં ઘટાડો થાય અત્યંત શરમ જનક બાબત છે ઘોઘંબા ખાતે રાજ્ય સરકાર દ્વારા રેફરલ હોસ્પિટલ ની સુવિધા આપેલ છે પરંતુ આટલા મોટા અકસ્માત બાદ કયા કારણસર ઘવાયેલા અને ઇજાગ્રસ્ત દર્દીઓને હાલોલ ખાતે રેફરલ હોસ્પિટલ માં લઈ જવા પડ્યા ઘોઘંબા રેફરલ હોસ્પિટલ માં સારવાર આપવામાં આવી હોત તો કદાચ બે જણ ના મૃત્યુ ન થયા હોત ઘોઘંબા રેફરલ હોસ્પિટલ ખાતે અગાઉ ના ડોક્ટર દ્વારા જે સેવાઓ આપવામાં આવતી હતી એવી સેવાઓ આપવામાં ઘોઘંબા હોસ્પિટલ નો સ્ટાફ ઉણો ઉતર્યો હોય તેવુ લાગે છે આ બાબતે આરોગ્ય વિભાગ ધ્યાન આપશે ખરું

  • ઘાયલોને સ્થાનિક સરકારી હોસ્પિટલ હોવા છતાં હાલોલ કેમ લઈ જવા પડ્યા
  • રવેરી બસ સ્ટેન્ડ વિસ્તારને અકસ્માત ઝોન જાહેર કરી ત્યાં સુચના બોર્ડ તેમજ અન્ય સુરક્ષાલક્ષી કામગીરી તંત્ર દ્વારા કરવી જોઈએ
  • ઘોઘંબા રેફરલ હોસ્પિટલ માં સારવાર આપવામાં આવી હોત તો કદાચ બે જણ ના મૃત્યુ ન થયા હોત
  • ઘોઘંબા રેફરલ હોસ્પિટલ ખાતે અગાઉ ના ડોક્ટર દ્વારા જે સેવાઓ આપવામાં આવતી હતી એવી સેવાઓ આપવામાં ઘોઘંબા હોસ્પિટલ નો સ્ટાફ ઉણો ઉતર્યો હોય તેવુ લાગે છે આ બાબતે આરોગ્ય વિભાગ ધ્યાન આપશે ખરું
  • અત્યંત શરમ જનક બાબત છે ઘોઘંબા ખાતે રાજ્ય સરકાર દ્વારા રેફરલ હોસ્પિટલ ની સુવિધા આપેલ છે પરંતુ આટલા મોટા અકસ્માત બાદ કયા કારણસર ઘવાયેલા અને ઇજાગ્રસ્ત દર્દીઓને હાલોલ ખાતે રેફરલ હોસ્પિટલ માં લઈ જવા પડ્યા
  • ઘોઘંબા પંથક માં અકસ્માત ના બનાવો રોજ બરોજ બન્તા રહેછે તો આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક સારવાર મળી રહે તેવી વયવસ્થા ઉભી કરશે????
error: Content is protected !!