Surat
“સુરત તારી તાપી મેલી” કલરવાળું અને દુર્ગંધ યુક્ત પાણી આવતા GPCB એ પાણીના સેમ્પલ લીધા
(સુનિલ ગાંજાવાલા દ્વારા સુરત)
સુરતના લાખો લોકોને પીવાનું પાણી પૂરું પાડતી તાપી નદીમાંથી પાણી કલરવાળું અને દુર્ગંધ યુક્ત આવતું હોવાની ફરિયાદો ઉઠી હતી. ત્યારે થોડા દિવસ તો પહેલા જ આ પ્રકારની ફરિયાદો ઉડતા ઉકાઈ ડેમમાંથી પાણી છોડાયું હતું અને ત્યારબાદ હવે ફરીથી તાપી નદીનું પાણી ગંદુ હોવાની ફરિયાદ ઉઠી છે. ત્યારે જીપીસીબી એક્શનમાં આવી છે અને જીપીસીબી દ્વારા તાપી નદીના પાણીના સેમ્પલો લેવામાં આવ્યા છે અને પાણી કયા કારણોસર ગંદુ થઈ રહ્યું છે તે બાબતે તપાસ શરૂ કરવામાં આવી રહી છે.
તાપી નદીને સુરતની જીવાદોરી સમાન કહેવામાં આવે છે. કારણ કે સુરતના લાખો લોકોને પીવાનું પાણી તાપી નદીથી જ પૂરું પાડવામાં આવે છે. ત્યારે સુરતના અલગ અલગ વિસ્તારમાં દૂષિત પાણી આવતું હોવાની ફરિયાદો ઉઠી હતી. મહત્વની વાત છે કે, થોડા દિવસ પહેલા તાપી નદીમાં ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું હતું અને આ પહેલા કાપી નદીમાંથી પાણી દૂષિત આવતું હોવાની ફરિયાદો ઉઠી હતી અને ત્યારબાદ પાણી છોડાયું હતું. હવે ફરીથી દૂષિત પાણી હોવાની ફરિયાદો ઉઠી રહી છે અને અગાઉ જ્યારે તાપી નદીમાંથી સેમ્પલો લેવામાં આવ્યા હતા તે સેમ્પલ પણ ફેલ થયા હતા.સુરત શહેરમાં હવે જ્યારે ગંદા પાણીની ફરિયાદ ઉઠી છે ત્યારે જીપીસીબી એક્શનમાં આવ્યું છે. સુરત શહેરમાં દૂષિત પાણી આવતું હોવાની ફરિયાદને લઈને જીપીસીબી દ્વારા અલગ અલગ વિસ્તારમાંથી તાપી નદીના પાણીના સેમ્પલ લેવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
લોકોની ફરિયાદ હતી કે આ પાણી કલરવાળું અને ગંદુ આવી રહ્યું છે. ત્યારે તાપી નદીમાંથી જીપીસીબી દ્વારા જે સેમ્પલ લેવામાં આવ્યા છે આગામી દિવસોમાં તે સેમ્પલનું ટેસ્ટ કરવામાં આવશે અને પાણી કેવી રીતે ગંદુ આવે છે પાણી ગંદો આવવા પાછળનું કારણ શું છે તે જાણવા માટે હાલ જીપીસીબી દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી છે.