Chhota Udepur

ગ્રામ ઉત્કર્ષ મંડળ પાણીબાર દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત શૈક્ષણિક કીટ વિતરણ કરવામાં આવી

Published

on

પ્રતિનિધિ, કાજર બારીયા

  • છોટાઉદેપુર જિલ્લાના પાણીબાર ગામે ગ્રામ ઉત્કર્ષ મંડળ પાણીબાર દ્વારા છેલ્લા છ વર્ષથી ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે મફત સ્ટેશનરી વિતરણ કાર્યક્રમ રાખવામાં આવે છે.

છેલ્લા ૬ વર્ષથી ચાલતી આ પ્રવુતિઓ સાથે જોડાયેલા પાણીબાર ગ્રામ ઉત્કર્ષ મંડળ ના સભ્ય એ જણાવે છે કે જૂન -જૂલાઇ મહીનાઓમા આમેય લોકો ને બીયારણ,ખાતર દવા ઉપરાંત ખેતી માં વાવણીને લઈ આર્થિક સંકડામણ અનુભવાતી હોય છે અને એજ સમયે બાળકોને અભ્યાસ અર્થે જરૂરી સ્ટેશનરી ખરીદી કરવા ની જરૂર પડતી હોય છે. જે વાલીઓ માટે કઠીન અને રીતસર નું અઘરું થઇ પડતું હોય છે, જે વાસ્તવિકતાને ધ્યાનમાં રાખીને ગ્રામ ઉત્કર્ષ મંડળ પાણીબાર દ્વારા ગામ ની પ્રાથમિક શાળા માં અભ્યાસ કરતા ધોરણ એક થી ધોરણ આઠ સુધી ના ૧૬૦ થી વધુ વિધાર્થીઓ માટે વાર્ષિક જરૂરિયાત મુજબ ની પુરતા પ્રમાણમાં શૈક્ષણિક કીટ તૈયાર કરી ને વિતરણ કરવામાં આવી હતી.

પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષકો એ જણાવ્યું હતું કે પાણીબાર ગામ માંથી નોકરી કરતા કર્મચારીઓ -અધિકારીઓ તથા ગામ ના શિક્ષીત અને જાગ્રુત યુવાનો ના ગ્રુપ દ્વારા જે વિદ્યાર્થીઓ માટે દર વર્ષે છેલ્લા છ વર્ષથી બાળકો માટે શૈક્ષણિક કીટ તૈયાર કરીને આપવા જેવી સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવે છે તે ખુબ જ સારી બાબત છે,આવી સરાહનીય પ્રવુતિઓ કરવામાં આવે છે તે વિસ્તાર તથા અન્ય ગામો માટે અને સમાજ માટે પ્રેરણા રુપ અને દિશાસૂચક છે તેમ જણાવ્યું હતું.

Advertisement

જ્યારે પાણીબાર પ્રાથમિક શાળા ના આચાર્ય એ શાળા ના વિદ્યાર્થીઓ ને ગ્રામ ઉત્કર્ષ મંડળ પાણીબાર દ્વારા આપવામાં આવેલ શૈક્ષણિક કીટ થી આનંદ ની લાગણી સાથે ખુશી વ્યક્ત કરી હતી અને આવનારા વર્ષોમાં પણ આ સેવાકીય પ્રવૃતિઓ અવિરત પણે ચાલુ રહેશે નો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

ઉપરાંત ચાલુ વર્ષે પાણીબાર ગામ ના અને સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા માં મેનેજર તરીકેની સેવાઓ આપી વય નિવૃત થયેલા સુખરામભાઈ રાઠવા તથા સયાજી હોસ્પિટલમાંથી મેટ્રન તરીકેની સેવાઓ આપી વય નિવૃત થયેલા ભારતીબેન સુખરામભાઇ રાઠવા સહિત નાં કર્મચારી /અધિકારી ઓનું આ તબક્કે સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું, જ્યારે ચાલુ વર્ષે ધોરણ ૧૨ માં ૭૦%થી વધું માર્ક મેળવનાર પાણીબાર ગામ ના તેજસ્વી વિદ્યાર્થી ઓ અતુલકુમાર ફુલસિગભાઇ રાઠવા, ઈલાબેન રાહુલભાઈ રાઠવા,શિતલબેન સુભાષભાઈ રાઠવા, નિકિતાબેન રમેશભાઈ રાઠવા, નિસર્ગકુમાર વેચાતભાઇ રાઠવા, પાર્વતીબેન મુકેશભાઇ રાઠવા તથા ધોરણ ૧૦ મા ૯૨% મેળવનાર સૌમ્યકુમાર સુમનભાઈ રાઠવા ને પણ શુભેચ્છાઓ પાઠવી સન્માન કરવામાં આવ્યું હતું, આ ઉપરાંત જર્નાલિસ્ટ માં માસ્ટર ડિગ્રી પ્રાપ્ત કરનાર સેજલબેન કલ્પેશભાઈ રાઠવા તથા પીએચડી સ્ટુડન્ટ અરુણભાઈ મુકુન્દ ભાઈ રાઠવા નું પણ સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ નાં અંતે રાકેશભાઈ રાઠવા દ્વારા તમામ ઉપસ્થિતો નો આભાર માનવામાં આવ્યો હતો.

Advertisement

Trending

Exit mobile version