Gujarat
વાવ પ્રાથમિક શાળા ખાતે સમાજ સ્નેહ મિલન અને શિક્ષા સન્માન ઉત્સવ ની ભવ્ય ઉજવણી
પ્રતિનિધિ, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)
પાવીજેતપુર તાલુકાના વાવ ગામે રાત્રિના એક વાગ્યા સુધી શાળા ગામ સમાજ સ્નેહ મિલન અને શિક્ષા સન્માન ઉત્સવ ૨૦૨૩ની ભવ્ય ઉજવણી વાવ પ્રાથમિક શાળા ખાતે કરવામાં આવી હતી
બપોરના બે વાગ્યાથી જ ઢોલ શરણાઈ સાથે આખા ગામમાં વરઘોડા નીકળ્યા હતા. ગામના મંદિરે તથા પૌરાણિક સ્થળોએ પૂજા તથા આરતીના કાર્યક્રમો તથા નાચ ગાન થયા હતા વરઘોડામાં શાળા તથા આખા ગામના લોકો જોડાયા હતા. પાંચ વાગ્યા સુધીમાં વરઘોડાનો કાર્યક્રમ પૂર્ણ કરી સાંજે ૬ થી ૮ વાગ્યા સુધી ગામ આગેવાનો સાથે સામૂહિક ભોજન સમારંભ યોજાયો હતો સાંજે ૮:૦૦ થી ૮:૩૦સુધી સરસ્વતી વંદના નામનો નવીન પ્રોગ્રામ થયો હતો તેમાં ૨૦૦૧ દીવડાવો પ્રગટાવી ગામની ચારે બાજુ થી વિદ્યાર્થીઓએ ગ્રામજનો થાળીમાં દિપક લઈને ચારે દિશામાં એક સાથે આવી શાળાના કમ્પાઉન્ડમાં એક સાથે ઉભા રહી ઘંટ , મૃદક,ઢોલ નગારા શરણાઈના સંગીત સાથે સરસ્વતી મહામંત્રની અવિરત વાગતી ધૂન સાથે મા સરસ્વતી ની આરતી કરી હતી.
રાતના ૮:૩૦ કલાકે મંડપના મેઈન ગેટથી સ્ટેજ સુધી બાળકો બંને બાજુ હારબંધ ઊભા રહી બાલિકાઓ દ્વારા કંકુ ચોખા થી વધામણા કરી ગામ અને સમાજના તમામ આગેવાનોને સામૂહિક સ્વાગત કરી સ્ટેજ સુધી પુષ્પ વૃષ્ટિ કરી લઈ જવાયા હતા. ત્યારબાદ એક ઉંચા સ્ટેજ પરથી ધમાકેદાર પ્રોગ્રામો શરૂ થયા હતા.
શરૂઆતથી અંત સુધીમાં વિવિધ બાળગીતો નાટકો ની વચ્ચે પ્રતિભાશાળી શિક્ષકો તેમજ ગામના ૧૪ નિવૃત્ત કર્મચારી, ૧૬ કાર્યરત કર્મચારી, ગામના પૂર્વ સરપંચ, દાતાઓ, સમાજસેવકો તથા પ્રાથમિક શાળાના પ્રતિભાશાળી બાળકોનું સન્માન કરવામાં આવ્યું હતું. વાર્તા સ્પર્ધા, વિજ્ઞાન મેળા, ખેલ મહાકુંભ ના વિજેતા વિદ્યાર્થીઓનું સન્માન જેવા કાર્યક્રમ થયા હતા. ગામની શૈક્ષણિક કાયા પલટ કરનાર શીક્ષકોને ગામજનો દ્વારા ખભે બેસાડી નાચ્યાં હતાં.
આ કાર્યક્રમમાં છોટાઉદેપુર જિલ્લાના પૂર્વ ઉપપ્રમુખ જગાભાઈ રાઠવા તથા પૂર્વ કારોબારી ચેરમેન ઉમેશભાઈ રાઠવા દ્વારા મંડપમાં ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી. માનવ મેદની ને સંબોધતા જણાવ્યું હતું કે આજે વાવ પ્રાથમિક શાળા ખાતે બાળકોના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણ માટે શાળા ગામ અને સમાજ એમ ત્રણેય પક્ષો એક મંચ પર પુરા ઉત્સાહથી મળ્યા છે ત્યારે શિક્ષણ ક્ષેત્રે સફળ આગે કૂચ માટેની ક્રાંતિની શરૂઆત આદિવાસી વિસ્તારમાં થઈ રહી છે. તેમ જણાવતા કહ્યું હતું કે શિક્ષણ જ સર્વસ્વ છે તે માટેના ત્રણ આધાર સ્તંભો એક સાથે મળી સક્રિય થાય તે અંત્યંત જરૂરી છે એ માટેનું પ્રથમ પગલાનું મંડાણ આપને કરી દીધું છે આ પ્રસંગે સમાજના અનેક ક્ષેત્રોના મહા અનુભવો તથા આસપાસના ગામોના વડીલો ઉપસ્થિત રહ્યા હતા પુરા ચાર કલાકનો કાર્યક્રમ નોન સ્ટોપ પ્રાકૃતિક કાર્યક્રમની સાથે ચાલ્યો હતો અંતે મંડપ નીચે ૩૦ મિનિટ નાચ ગાનમાં તમામ યુવાન યુવતી વડીલો બાળકો જોડાયા હતા તેમ શાળાના શિક્ષકોનું ભવ્ય સન્માન નાચ ગામ દ્વારા કરાયું હતું