aanand
શ્રી લોહાણા મિત્ર મંડળ, વલ્લભ વિધાનગર દ્વારા શરદોત્સવની ભવ્ય ઉજવણી….
શ્રી લોહાણા મિત્ર મંડળ, વલ્લભ વિધાનગર દ્વારા ગત શરદ પૂર્ણિમાની પરંપરાગત રીતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ ઉત્સવની ઉજવણીની શરૂઆતમાં પ્રમુખપ્રો. રાજેશભાઈ કારિયા દ્વારા ઉપસ્થિત સૌ જ્ઞાતિજનો, મહેમાનો, દાતાઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ માતાજી પાસે દિપ પ્રાગટ્ય કરી, પરંપરાગત ગવાતા ગરબાઓની સુમધુર અવાજે બહેનો દ્વારા પ્રસ્તુતિ કરવામાં આવી હતી, વિજેતાઓને ઈનામો આપવામાં આવ્યા હતા.
ખૂબ મોટી સંખ્યામાં ઉત્સાહભેર ગરબા રમવાની રમઝટ થઈ હતી જેમાં બહેનો, બાળકો તથા વડીલોએ ભાગ લીધો હતો.
આ સમગ્ર ઈવેન્ટમાં પાંચ અલગ અલગ ઉંમરની કેટેગરીમાં વિજેતાઓને ઈનામો પણ આપવામાં આવ્યા હતા. નિર્ણાયક તરીકે રીનાબેન કારિયા, પિનાબેન ઠકરારે સેવાઓ આપી હતી.
આ પ્રસંગે જ્ઞાતિના પ્રથમ મહીલા પ્રમુખ તરીકે બિરાજમાન રીનાબેન કારિયા તેમજ મિત્ર મંડળના મહાનુભાવો અતુલભાઈ પાવાગઢી અને ડો. મનોજભાઈ જવાણીની વિશિષ્ટ પદે નિયુક્તિ બદલ સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જ્ઞાતિ શ્રેષ્ઠીઓ જયેશભાઈ કારિયા, કિરીટભાઈ ખેતાણી, હિતેનભાઈ દત્તાણી, ચંદ્રકાંત તન્ના, રમેશભાઈ ગોકલાણી, પ્રો. માણેક, બકુલ ઠક્કર, દિનેશ ઠક્કર, અજય દૈયા, ઉદય ઠકરાર, મામલતદાર પૂજારા, હીરેનભાઈ પંચમતિયા, ભરતભાઈ ઠક્કર તેમજ અનેક ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન આપી રહેલ મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ સમગ્ર ઈવેન્ટને વડોદરા અને વિધાનગર ખાતે સ્થિત કાનન ઈન્ટરનેશનલ કે જે એબ્રોડ એજ્યુકેશન ક્ષેત્રે સમગ્ર ગુજરાત માં એક અગ્રેસર કંપની છે તેના માલિક રાજેન્દ્રભાઈ ઠક્કર દ્વારા સ્પોન્સર કરવામાં આવી હતી.
આ ભવ્ય ઈવેન્ટને સફળ બનાવવા કારોબારી સભ્યોએ ખૂબ જહેમત ઉઠાવી હતી.
ઉપસ્થિત સૌ જ્ઞાતિજનોએ સમૂહભોજન, સમૂહ આરતી અને છેલ્લે દૂધ પૌઆના પ્રસાદની મિજબાની માણી હતી.
શ્રી લોહાણા મિત્ર મંડળ એક વિશિષ્ટ અને ઉચ્ચ અભ્યાસ ઘરાવતા લોકોનું અદ્ભુત સંગઠન છે જે પરંપરાગત રીતે ઉત્સવો ઉજવવા સાથે, સમાજ અને રાષ્ટ્રસેવાની પ્રવૃતિઓ સાથે સંલગ્ન રહી પર્યાવરણની માવજત પણ કરે છે.