Vadodara

વડોદરા ખાતે વ્રજેશકુમાર મહારાજના ૮૪‌માં જન્મદિવસ નિમિતે ભવ્ય ઉજવણીનું આયોજન કરાશે

Published

on

શુદ્ધાદ્વૈત તૃતીય ગૃહાધીશ ( પીઠાધીશ)વૈષ્ણવો ના સરકાર સાક્ષાત વલ્લભ સ્વરૂપ બ્રહ્મર્ષિ પૂજ્ય પાદ ગોસ્વામી 108 ‌કાકરોલી નરેશ શ્રી વ્રજેશકુમાર મહારાજ શ્રી ના ૮૪‌મો જન્મદિવસ શ્રીજી ના અલૌકિક મનોરથ દર્શન અતિ દિવ્યતા ભવ્યતા સહ બેઠક મંદિર ,દ્વારકાધીશ પ્રભુ કાંકરોલી, રાજા ધિરાજ મંદિર મથુરા,‌અમદાવાદ ,આણંદ અને સુખધામ હવેલી ,ઠેર ઠેર વૈષ્ણવ હવેલીઓ માં શ્રીજી ના અલૌકિક મનોરથ દર્શન યોજાશે.

વૈષ્ણવો ના સરકાર પૂ શ્રી વ્રજેશ કુમાર મહારાજશ્રીનો જન્મદિવસ ડોક્ટર વાગીશ કુમાર મહોદય શ્રી પૂજ્ય શ્રી વેદાંત રાજા પૂ શ્રી સિદ્ધાંત રાજા ના સાનિધ્યમાં અનેકવિધ વલ્લભકુલ વૈષ્ણવાચાર્ય શ્રીઓ ના સાનિધ્યમાં તારીખ.1-01-2023 ના રોજ કેવડામાં બેઠક મંદિર ખાતે દિવ્ય અલૌકિક મનોરથ માર્કનડ પૂજા વિધિ અતિ દિવ્ય અને ભવ્ય રીતે ઉજવણી થશે.

Advertisement

તારીખ 29-12-22 સવારે રાજભોગ મોતી નો બંગલો દશૅન, તારીખ 30-12-22ના રોજ રાજભોગ માં પ્રભુ શ્રી છપ્પન ભોગ બડો મનોરથ દર્શન,31-12-22 lo શનિવારના રોજ રાજભોગ શ્રીજી બંગલો દશૅન, શયનમાં રાજદરબાર દશૅન, તારીખ 01-01-2023 રવિવારના રોજ પૂ શ્રી ને માર્કેનડ પૂજન, તથા પૂ શ્રી ‌ને કેસર સ્નાન, સાંજ 6-00 કલાકે કીર્તન સમાજ નો કાર્યક્રમ‌ કેવડા બાગ બેઠક મંદિરમાં યોજાનાર છે.

આ કાર્યક્રમની વિશિષ્ટ અને દિવ્યતા વડોદરા શહેરમાં મંદિરમાં દ્વારકાધીશ પ્રભુ તથા ગુંસાઈજી મોહન પ્રભુ સાથે ગોવર્ધનનાથજી હવેલી અલકાપુરી સેવ્ય સ્વરૂપ ઠાકોરજી, દ્વારકાધીશ સુખધામ હવેલીના ,રેવાપાકૅ બેઠકજી હવેલીના ઠાકોરજી તારીખ 30-12-22 ના રોજ 56 ભોગ મનોરથમાં બિરાજમાન થવાના છે . 56 ભોગ મનોરથી‌ તરીકે અલૌકિક લ્હાવો રાજેશ રતનલાલ પરીખ કવાટ વાળા પરિવાર‌ લઈ ભાગ્યવાન બન્યા છે. તમામ હવેલીઓમાં પૂજ્ય શ્રી નો જન્મ દિવસે‌‌ નંદ મહોત્સવ, યમુનાષ્ટકના પાઠ સુંદર આયોજન જોવા મળી રહ્યું છે. સકલ વૈષ્ણવ સૃષ્ટિ એ પૂજ્ય શ્રી ના જન્મદિવસ આન,બાન ,શાન ,દિવ્યતા અને ભવ્યતાથી હવેલીઓ માં,અને રૂબરૂમાં ઉપસ્થિત રહીને અલૌકિક લ્હાવો લેવા જન્મદિવસ સમિતિ દ્વારા વિનંતી

Advertisement

Trending

Exit mobile version