Vadodara
સૈયદના અઝીમે મિલ્લતની 100મી જન્મ જયંતી નિમિત્તે ખાનકાહે એહલે સુન્નત દ્વારા ભવ્ય જુલૂસ
(કાદીર દાઢી હાલોલ “અવધ એક્સપ્રેસ”)
વડોદરાના વિખ્યાત સૂફી સંત હજરત સૈયદ અઝીમુદ્દિંન મેહમુદ નુરુલ્લાહ જીલાની કાદરીના 100 મી જન્મ જયંતી નિમિત્તે ખાનકાહે એહલે સુન્નતનાં ગાદીપતી સૈયદ મોયુનુદ્દિંન બાબા કાદરી દ્વારા સાત દિવસીય જન્મ જયંતી ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં વડોદરા નાં જમનાબાઈ હોસ્પિટલ,વિજય વલ્લભ હોસ્પિટલ,ગોત્રી હોસ્પિટલ સહિત વિવિધ હોસ્પિટલોમાં ફ્રુટ તેમજ દૂધનું વિતરણ કરવામાં આવ્યું હતું.જ્યારે દરગાહ ખાતે મુંબઇ થી પધારેલા મોહમંદ સલમાન રઝા સાહબ અઝહરી નું ભવ્ય તકરીર યોજાયું હતું. જ્યારે વિધવા બહેનોને અનાજની ની કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું અને વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે કેદીઓને ભોજન પણ જમાડ્યું હતું.જ્યારે ઉજવણીના સાતમા દિવસે નગરના મુખ્ય માર્ગો પર ભવ્ય જુલૂસ નીકળ્યું હતું.
આ પ્રસંગે ખાનકાહે એહલે સુન્નતનાં ગાદીપતી સૈયદ મોયુનુદ્દિંન બાબા કાદરી,હૈદરાબાદ થી ખાસ પધારેલા ખ્વાજા હબીબઅલી શાહ હૈદરાબાદી નાં ખાનકાહ નાં સજ્જાદા નશીન જનાબ જવ્વાદ પાસા સાહેબ હબીની,સૈયદ અમિરુદ્દીન બાબા કાદરી,સૈયદ કબિરુદ્દિંન બાબા કાદરી,સૈયદ જિયાઉદ્દિંન બાબા કાદરી,સૈયદ તાજુદ્દિંન બાબા કાદરી ઉપસ્થિત રહ્યા હતા.આ જુલુસમાં અલમ મુબારક,મિલાદ અને રાતિબની વિવિધ શહેરોની ટુકડીઓ શણગારેલા વાહનો સાથે નીકળેલા ભવ્ય જુલૂસ નું સ્થાનિક અગ્રણીઓ દ્વારા ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યુ હતું.જ્યારે જુલૂસ શહેરના વિવિધ માર્ગો પર ફરી મેમણ કોલોની ખાતે આવેલ દરગાહ ખાતે પહોંચી સભાના રૂપમાં ફેરવાઈ ગયું હતું.ચાદર અને વંશાવલીપથણ ની પરંપરા ગત વિધિ બાદ ગાદીપતી હજરત સૈયદ મોયુનુદ્દીન બાબા કાદરી સાહેબની દુઆઓ અને અઝીમી લંગર સાથે સમાપન થયું હતું.