Gujarat
પીલવાઈ ,વસઈ, મહેસાણા ,માણસા ખાતે ડોક્ટર વાગીશ કુમાર મહોદય નું ભવ્યાતિભવ્ય સ્વાગત.
મહેસાણા ખાતે 150 માં પ્રભુ શ્રી દ્વારકાધીશ મંદિરનો પાટોત્સવ, 56 ભોગ ભવ્ય શોભાયાત્રા કાકરોલી યુવરાજ વડોદરા બેઠક મંદિરના વલ્લભ કુલભૂષણ પૂજ્ય શ્રી ડો વાગીશ કુમાર મહોદય શ્રી ના સાનિધ્યમાં અલૌકિક ભક્તિ સભર કાર્યક્રમ યોજાયો.
આજનો દિવસ મારે કેવો મંગલકારી રે આજ પ્રભુજી મારે ઘેર પધાર્યા હે ગોકુલ ના ગિરધારી રે, મહેસાણા ખાતે પ્રભુ શ્રી દ્વારકાધીશના 150 માં પાટોત્સવ નિમિત્તે ગામના રાજમાર્ગો પર પૂજ્ય શ્રી ડો વાગીશ રાજા ના સાનિધ્યમાં ભવ્યાતિભવ્ય શોભાયાત્રા નગરના રાજમાર્ગો પર નીકળી ભારે આકર્ષણ જણાવ્યું .
વૈષ્ણવો ટ્રેડિશનલ પોશાકો પહેરી માતાઓ બહેનો સાક્ષાત વલ્લભ સ્વરૂપ શિર પર કળશ ધારણ કરીને વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુના માની બલિહારી , ગગન ભેદી નારા સાથે ઠેર ઠેર પુષ્પોની અમી વષૉ દ્વારા રંગારંગ સ્વાગત કરાયું એટલું જ નહીં ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી નાણામંત્રી નીતિનભાઈ પટેલ શોભાયાત્રામાં જોડાઈને ભક્તિના રંગે રંગાયા હતા અને શોભાયાત્રામાં નીતિનભાઈ પટેલે, સરકારના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ, સંસદ સભ્ય શારદાબેન પટેલ, ધારાસભ્ય મુકેશભાઈ પટેલ, રાજ્યસભાના સાંસદ સભ્ય જુગલસિંહ ઠાકોર, પ્રદેશ મહામંત્રી રજની ભાઈ પટેલ,દૂધ સાગર ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરી સહિત અનેક મહાનુભવો ઉપસ્થિત રહીને પૂજ્ય શ્રી ના ચરણસ્પર્શ દંડવત કરીને આશીર્વાદ મેળવ્યા હતા અને ધન્યતા અનુભવતા જોવા મળ્યા હતા.
ત્યારબાદ પ્રભુ શ્રી દ્વારકાધીશ મંદિરમાં પૂજ્યશ્રીની ઉપસ્થિતિમાં 56 ભોગ નો બડો મનોરથ દર્શન પ્રભુના સુખાર્થે પૂજ્ય શ્રી ની ઉપસ્થિતિમાં યોજાયો હતો પૂજ્ય શ્રી દ્વારા શ્રીજીની અલૌકિક આરતી ઉતારીને વૈષ્ણવોને ભક્તિ માં પ્રોત્સાહિત કરતા જોવા મળ્યા હતા. કીર્તનકારોએ પણ ધોળ પદ મંગલ વધાઇ દ્વારા ભારે રમઝટ બોલાવીને મહેસાણા નગર પ્રભુ શ્રીકૃષ્ણનું વૃંદાવન ધામમાં ફેરવાયું હોય તેવો ભક્તિનો માહોલ જોવા મળ્યો.
પૂજ્યશ્રીએ વચનામૃત દ્વારા મહેસાણા નગર આજે વ્રજભૂમિમાં ફેરવાયું પૂ શ્રી ડો વાગીશ રાજા જણાવ્યું કે સંધે શક્તિ કલિયુગે, સંગઠન કાર્ય સાધક હોય છે, જે આજે મહેસાણા ના નગરજનો દ્વારાજે કાર્ય સંગઠન દ્વારા થઈ રહ્યું છે. જેની મુક્ત કંઠે પ્રશંસા કરી હતી . સમગ્ર મહેસાણા નગરના નગરજનોને ખૂબ ખૂબ અભિનંદન અને આશીર્વાદ પ્રદાન કર્યા હતા. પ્રારંભમાં પૂજ્ય શ્રી ને મહેસાણા નગરના આગેવાનો પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ હવેલીના ટ્રસ્ટીઓ નામાંકિત વેપારી આગેવાનો વિગેરે આગેવાનો માલ્યાપણૅ દ્વારા ઉષ્માભેર સ્વાગત કરાયું હતું સાથે જ મહેસાણા નગર કાંકરોલી ધામમાં ફેરવાયું હતું.