Chhota Udepur

જેતપુર પાવી તાલુકાના કુંડલ ગામે ‘મારી માટી મારો દેશ’ કાર્યક્રમની શાનદાર ઉજવણી

Published

on

પ્રતિનિધિ, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)

ભારત દેશની આઝાદીના અમૃતકાળ ને યાદગાર બનાવવા તેમજ દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપનાર વીર શહીદોને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ પાઠવવા વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીએ દેશ વ્યાપી ‘મારી માટી મારો દેશ’ અભિયાનનું આહવાન કર્યું છે જે અંતર્ગત આજરોજ કુંડલ ગામે દેશભક્તિના માહોલમાં ઉમટેલી જનમેદની સાથે મારી માટી મારો દેશ અભિયાનમાં સરપંચના હસ્તે શહીદ વીરોના બલિદાનોને સમર્પિત સ્મારક શિલાફલકમનું અનાવરણ કરવામાં આવ્યું હતું.

Advertisement

તેમજ પંચ પ્રાણ અંતર્ગત હાથની મુઠ્ઠીમાં માટી સાથે વિકસિત રાષ્ટ્ર માટે પુરુષાર્થ કરવા ગુલામીની માનસિકતાના નિશાનોને નાબૂદ કરવા ભવ્ય વારસાનું ગૌરવ અને જતન કરવા રાષ્ટ્રની એકતા અને અખંડિતતા માટે કાર્ય કરવા તથા રાષ્ટ્ર પ્રત્યેની ફરજો પાળવાની પાંચ પ્રતિજ્ઞાઓ લેવડાવવામાં આવી હતી ‘વસુધા વંદન’ કાર્યક્રમ અંતર્ગત સરપંચ અરવાબેન અર્જુનભાઈ રાઠવા અને શાળાના બાળકો ના હસ્તે વૃક્ષારોપણ કર્યુ હતું તેમજ દેશના વીર શહીદોને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પી હતી. આ પ્રસંગે કુંડલ જુથ ગ્રામ પંચાયતના સરપંચ અરવાબેન અર્જુનભાઇ રાઠવા, તલાટી કમ મંત્રી ઉપ સરપંચ અને વોર્ડ નાં તમામ સભ્યો, પૂર્વ સરપંચ રાકેશભાઈ રાઠવા, તાલુકા સદસ્ય સુરેખાબેન, પૂર્વ તાલુકા પ્રમૂખ નવલસિંહ રાઠવા, ગ્રામજનો, શિક્ષક મિત્રો, આંગણવાડી બહેનો, આરોગ્ય કર્મચારીઓ, ગ્રામજનો સાથે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમની ઉજવણી કરી હતી.

Advertisement

Trending

Exit mobile version