Chhota Udepur
જેતપુર પાવી તાલુકાના સટુંન ગામે ‘મારી માટી મારો દેશ’ કાર્યક્રમની શાનદાર ઉજવણી
પ્રતિનિધિ, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)
ભારત દેશની આઝાદીના અમૃતકાળ ને યાદગાર બનાવવા ૯મી ઓગસ્ટથી સમગ્ર દેશ અને રાજ્યમાં મેરી માટી, મેરા દેશ અભિયાન શરૂ થયું છે જેમાં આપણા નાગરીકોએ ઉત્સાહભેર ભાગ લઈ આઝાદીના લડવૈયા એવા અનેક નામી- અનામિ વીરોને યાદ કરી વંદન કર્યા છે. તેમજ દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપનાર વીર શહીદોને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ પાઠવવા વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીએ દેશ વ્યાપી ‘મારી માટી મારો દેશ’ અભિયાનનું આહવાન કર્યું છે.
જે અંતર્ગત આજરોજ સટુંન ગામે દેશભક્તિના માહોલમાં ઉમટેલી જનમેદની સાથે મારી માટી મારો દેશ અભિયાનમાં સરપંચના હસ્તે શહીદ વીરોના બલિદાનોને સમર્પિત સ્મારક શિલાફલકમનું અનાવરણ કરવામાં આવ્યું હતું.
તેમજ પંચ પ્રાણ અંતર્ગત હાથની મુઠ્ઠીમાં માટી સાથે વિકસિત રાષ્ટ્ર માટે પુરુષાર્થ કરવા ગુલામીની માનસિકતાના નિશાનોને નાબૂદ કરવા ભવ્ય વારસાનું ગૌરવ અને જતન કરવા રાષ્ટ્રની એકતા અને અખંડિતતા માટે કાર્ય કરવા તથા રાષ્ટ્ર પ્રત્યેની ફરજો પાળવાની પાંચ પ્રતિજ્ઞાઓ લેવડાવવામાં આવી હતી ‘વસુંધા વંદન’ કાર્યક્રમ અંતર્ગત સરપંચ સાવત્રીબેન રણજીતભાઈ રાઠવા અને શાળાના બાળકો રાષ્ટ્રધ્વજ લહેરાવી સલામી આપી વૃક્ષારોપણ કર્યુ હતું. તેમજ દેશના વીર શહીદોને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પી હતી.
આ પ્રસંગે સટુંન જુથ ગ્રામ પંચાયતના સરપંચ સાવિત્રીબેન રણજીતભાઈ રાઠવા, તલાટી કમ મંત્રી ઉપ સરપંચ અને વોર્ડ નાં તમામ સભ્યો, પૂર્વ સરપંચ, સટુંન પ્રાથમિક શાળાના આચાર્ય, શિક્ષક મિત્રો, આંગણવાડી બહેનો, આરોગ્ય કર્મચારીઓ, ગ્રામજનો સાથે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમની ઉજવણી કરી હતી.