Chhota Udepur
વિકસિત ભારત સંકલ્પ યાત્રાને છોટાઉદેપુરમાં શાનદાર પ્રતિસાદ
પ્રતિનિધિ, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)
- વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ મોદી સરકારની ગેરંટીનો રથ છે : ધારાસભ્ય જયંતિભાઇ રાઠવા
રાજ્યભરમાં ચાલી રહેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રા અન્વયે છોટાઉદેપુર જિલ્લાના જેતપુરપાવી તેમજ કવાંટ તાલુકાના મોગરા તથા જેતપુરપાવીના કલારાની ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું આગમન થયું હતું. ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાના અધ્યક્ષ સ્થાને યોજાયેલ કાર્યક્રમમાં ગ્રામજનોએ ઉત્સાહભેર રથને આવકારી સ્વાગત કર્યું હતું.
કાર્યક્રમ અંતર્ગત આયોજીત કરાયેલ આરોગ્ય કેમ્પમાં, ગ્રામજનોની ટી.બી, સિકલ સેલ સહીતની આરોગ્ય તપાસ કરાઈ હતી. તેમજ પોષણ યોજના, પીએમ કિશાન સ્વનિધી, પીએમ આવાસ યોજના (ગ્રામીણ), આયુષ્માન કાર્ડ વગેરે યોજનાના લાભો લાભાર્થીઓને અર્પણ કરાયા હતા. જેની લાભાર્થીઓએ મેરી કહાની મેરી ઝુબાની અંતર્ગત વાત કરી ખુશી વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે ગ્રામજનોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં સહભાગી થવા તેમજ વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવામાં પોતાની ભાગીદારી નોંધાવવાના સંકલ્પ પણ લીધા હતા. કાર્યક્રમ સ્થળે આરોગ્ય વિભાગ દ્વારા વિનામૂલ્યે આરોગ્યની તપાસ તેમજ ઉજ્જવલા યોજના અંગેના સ્ટોલ ઉભા કરી યોજનાઓ વિશે લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા, તાલુકા પંચાયત પ્રમુખ, જીલ્લા પ્રમૂખ, તાલુકા વિકાસ અધિકારી, તાલુકા પંચાયત સદસ્ય સહિતના જનપ્રતિનિધિઓ, આગેવાનો, સરકારી વિભાગના અધિકારી/કર્મચારીઓ તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા