Panchmahal
બોરીયા ગામના ખેતર માથી લીલા ગાંજા ના છોડ મળી આવ્યા

પંચમહાલ જિલ્લા ના શહેરા તાલુકાના બોરિયા ગામે ખેતર માં ઉગાડેલા લીલા ગાંજાના 33 જેટલાં છોડની સાથે એક આરોપીને SOG પોલીસે એક આરોપીને પકડી પાડ્યો હતો અવાર નવાર શહેર તાલુકાના આંતરિયાર વિસ્તારોના ખેતરો માંથી પોલીસ દ્વારા લીલા ગાંજાના છોડ પકડી પાડવામાં આવતા હોય છે ત્યારે આજે પણ શહેરાના બોરિયા ગામના એક ખેતરમાં લીલા ગાંજા ના છોડ ઉગાડેલા હોવાની SOG પોલીસને બાતમી મળતા SOG પોલીસ દ્વારા બાતમીના આધારે બાતમી વાળી જગ્યાએ જઈને તપાસ કરતા ખેતર માંથી લીલા ગાંજાના 33 જેટલા છોડ મળી આવતા પીલીસ દ્વારા 54.72 કિલો કે જેની કિંમત આશરે 547200 મુદ્દામાલ સાથે એકલા આરોપી શંકર માવજીભાઈ ડોડીયાર ને પકડી પાડવામાં આવ્યો હતો.