Connect with us

Gujarat

આણંદ જિલ્લા આઇસીડીએસ વિભાગની ઘોર બેદરકારી, બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં

Published

on

Gross negligence of Anand district ICDS department, tampering with children's health

બ્યુરો હેડ બસર ચિશ્તી આણંદ..

  • ૧૯૦૦થી વધુ આંગણવાડીઓમાં બાળકોના ભોજન માટે એકસપાયરી થયેલ લોટનો જથ્થો ફાળવાયો

જુલાઇ માસમાં એકસપાયરી થયેલ લોટના જથ્થાનો સમયસર નિકાલ ન કરનાર અધિકારી સામે કાર્યવાહી થશે ? : એકસપાયરી ડેટના લોટમાંથી બનેલ ભાખરી, શીરો કડવો હોવાની ફરિયાદના પગલે અનેક વાલીઓએ બાળકોને આંગણવાડી મોકલવાનું બંધ કર્યુનથી. જેના કારણે આઈસીડીએસ વિભાગની ગંભીર ક્ષતિના ભાગરુપે એકસપાયરી ડેટનો લોટ આંગણવાડીઓમાં પહોંચાડાયો છે. વાસ્તવમાં જે સમયે લોટનો જથ્થો આવ્યો ત્યારે તેની ચકાસણી કરીને અથવા ત્યારબાદ જયારે જાણ થઈ કે તે એકસપાયરી ડેટનો છે તે સમયે સત્વરે જિલ્લા કચેરીએ પરત મોકલવાની જરુર હતી. પગાર સહિતની બાબતે ઉચ્ચ સ્તરે કરાતી રજૂઆતોની જેમ જ બાળકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાંની આ બાબતે તે જ સમયે આંગણવાડી બહેનોએ એકજૂથ થઈને કલેકટર કે રાજય સ્તરે રજૂઆત કરી હોત તો આટલા દિવસ સુધી બાળકોના મ્હોંમાથી કોળિયો ઝૂંટવાયો ન હોત.

તપાસ કરાવી લઉં છુંઃ પ્રોગ્રામ ઓફિસર

Advertisement

આણંદ જિલ્લા આઈસીડીએસ વિભાગના પ્રોગ્રામ ઓફિસર કલ્પનાબેન પટેલે જણાવ્યું હતું કે અમે બહેનોને પ્રથમથી જ સૂચના આપી છે કે જથ્થામાં ગરબડ જણાય તો સુપરવાઇઝર બહેન અને સીડીપીઓ બેનનું ધ્યાન દોરવું. પરંતુ હજુ કોઈ આવી ફરિયાદ મળી નથી, તેમ છતાં તપાસ કરાવી લઉં છું.નોંઘનીય છે કે, જે તે આંગણવાડીમાં લોટના જથ્થાની તારીખ સહિતની પૂરતી ચકાસણી કર્યા વિના જ જથ્થો ઉતારી લેવામાં આવ્યાનું હોઈ શકે.

Gross negligence of Anand district ICDS department, tampering with children's health

આણંદ જિલ્લાની અંતરિયાળ અનેક આંગણવાડીઓમાં લોટનો જથ્થો એક્સપાયરી ડેટનો ફાળવવામાં આવ્યો છે જુલાઈ અને ઓગસ્ટમાં એક્સપાયરી ડેટ પૂરી થતી હોય તેવી લોટની બેગ હાલમાં પણ જે તે આંગણવાડીમાં છે અને તેનો ઉપયોગ પણ થઈ રહ્યો છે.આંગણવાડી વર્કર હેલ્પર બહેનોએ જણાવ્યું હતું કે અમને ઉપરથી જથ્થાનો ઉપયોગ કરી નાખવાની સૂચના આપવામાં આવી છે ઘણી બધી આંગણવાડીઓમાં ત્રણથી ચાર લોટની બેગનો હજુ પણ બે, ત્રણ માસ ચાલે તેટલો જથ્થો છે. જેનો ના છૂટકે ઉપયોગ કરવા મજબૂર બન્યા છે

Advertisement

એકસપાયરી લોટ કડવો થયો હોવાથી અમારા ખર્ચ ઘંઉ દળાવીને બાળકોને નાસ્તો આપીએ છીએ : વર્કર બહેનો

આંગણવાડી વર્કર હેલ્પર બહેનોએ જણાવ્યું હતું કે,આણંદ જિલ્લાની અંતરાલ વિસ્તારની ઘણી બધી આંગણવાડીમાં જુલાઇ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર માસમાં એક્સપાયરી ડેટ પૂરી થતી હોય તેવી લોટની બેગ ફાળવવામાં આવી છે આ લોટમાંથી બનાવેલ નાસ્તો બાળકો ખાઈ શકતા નથી તેથી અમો અમારા ખર્ચે દળાવીને તેના લોટમાંથી બાળકોને મેનુ મુજબનું ભોજન આપી રહયા છે. પરંતુ અમારે આ વધેલા લોટનો જથ્થો ચોપડે ઉધારીને નીલ કરવો પડશે.

Advertisement
error: Content is protected !!