Connect with us

Gujarat

ઘોઘંબા ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા સમૂહ શસ્ત્રપૂજા, મહારેલી અને મહારાણા પ્રતાપની પ્રતિમાનું ખાતમુહર્ત

Published

on

ઘોઘંબા APMC મેદાનમાં ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા સમૂહ શસ્ત્રપૂજા મહારેલી અને મહારાણા પ્રતાપની પ્રતિમાનું ખાતમુહર્ત રાજકીય આગેવાનો અને રાજવી પરિવારોના હસ્તે કરવામાં આવ્યું. જય ભવાનીના સુત્રોચાર સાથે ક્ષત્રિય સમાજના યુવાનોએ તલવારબાજી કરી હતી

દશેરાના પર્વ નિમિત્તે ઘોઘંબા તાલુકા ક્ષત્રિય સમાજ દ્વારા આજરોજ સમુહ શસ્ત્રપૂજા અને મહારેલીનુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હાલોલ ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર, કાલોલ ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ, હાલોલ ક્ષત્રિય સમાજના પ્રમુખ અરવિંદસિંહ પરમાર, દેવગઢબારિયા સ્ટેટના રાજકુવર તથા કદવાલ સ્ટેટના રાજકુંવર, વિક્રમદાસ મહારાજ અને ૫૦૦થી વધુ ક્ષત્રિય સમાજના આગેવાનો અને યુવાનોએ શસ્ત્રપૂજા કરી હતી. શસ્ત્ર પૂજન બાદ ક્ષત્રિય સમાજ રેલી સ્વરૂપે ઘોઘંબા જૂના બસ સ્ટેન્ડ ખાતે મહારાણા પ્રતાપ ની પ્રતિમા મૂકવાના સ્થળનું ભૂમિ પૂજન કરી ખાતમુહર્ત કરવામાં આવ્યું હતું

Advertisement

ઘોઘંબા ક્ષત્રિય સમાજની લાગણીઓને ધ્યાને લઈ હાલોલ ધારાસભ્ય જયદ્રસિંહ પરમાર તથા કાલોલ ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણે ઘોઘંબા જૂના બસસ્ટેન્ડ પાસે મહારાણા પ્રતાપ ની પ્રતિમા મુકવાની માગણીઓને સ્વીકારી લઈ ક્ષત્રિય સમાજને પ્રતિમા સ્થાપના કરવા તમામ પ્રકારની મદદ કરી આજરોજ પ્રતિમા મૂકવાના સ્થળ ઉપર ભૂમિ પૂજન કરી ખાતમુહર્ત કરવામાં આવતા ક્ષત્રિય સમાજમાં ખુશી ની લાગણી છવાઈ ગઈ હતી

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!