Gujarat

આંતરરાષ્ટ્રીય યોગદિન નિમિત્તે બોરુના શિક્ષક-સાધક ગણ દ્વારા સમૂહમાં યોગસાધના

Published

on

21મી જૂનના દિવસે નવમો વિશ્વ યોગ દિવસ ઉજવણી બોરુ પ્રાથમિક શાળા દ્વારા લોકો યોગ પ્રત્યે જાગૃત બને અને યોગનો દૈનિક ક્રિયા તરીકે સમાવેશ કરે એવા ઉદ્દેશ્ય સાથે આજે એક દિવસની યોગ શિબિરનું આયોજન કરાયું હતું. યોગોત્સવ -૨૦૨૩ કાર્યક્રમમાં ૨૫૧ યોગ સાધકો દ્વારા ૧૦૮ આસનોના સમન્વયપૂર્વક સામુહિક આસન સાધના,૧૦૮ ૐ કાર ધ્યાન યોજાયા હતાં.હર ઘર ધ્યાન, ઘર ઘર યોગ અંતર્ગત જાહેર વાર્તાલાપ ના વિષય: દૈનિક જીવનમાં યોગ અંગે મુખ્ય શિક્ષક ગૌરાંગ જોશી એ જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ દર 21 જૂને ઉજવવામાં આવે છે.

તેનો હેતુ માનસિક સ્વાસ્થ્ય, મન, શરીર અને આત્માની શારીરિક તંદુરસ્તી પ્રદાન કરવાનો છે. તે આપણા શરીરને પણ નવજીવન આપે છે અને આપણને શાંત રાખે છે. સમગ્ર યોગોત્સવ કાર્યક્રમનું સંચાલન સંજયભાઈ પ્રજાપતિ એ કર્યું હતુ.

Advertisement

Trending

Exit mobile version