Gujarat
અદાણી ફાઉન્ડેશન, હજીરા દ્વારા “વૃક્ષ થકી વિકાસ” ગ્રામવિકાસની ઝુંબેશ

(સુનિલ ગાંજાવાલા સુરત)
બાળકો પર્યાવરણ પ્રત્યે જાગૃત રહે, ગામની આબોહવા શુધ્ધ થાય અને ફળાઉ ઝાડ થકી લોકો આવક મેળવે આવા ત્રિવિચાર સાથે અદાણી ફાઉન્ડેશન, હજીરા સુરત, દ્વારા શાળાના બાળકો અને ગ્રામજનોને છોડ અને ફળાઉ ઝાડનું વિતરણ કરવામાં આવ્યું હતું. ચોર્યાસી અને ઓલપાડ તાલુકાના ગામો અને જૂનાગામ ખાતે આવેલી અદાણી પુરષ્કૃત નવચેતન વિદ્યાલયમાં ‘વૃક્ષ થકી વિકાસ’ ઝુંબેશ અંતર્ગત ત્રણ હજારથી વધુ છોડનું વિતરણ કરવામાં આવ્યું હતું.
છોડ વિતરણ કરવાનો ઉદેશ પર્યાવરણ ને બચાવો, શાળા મા ભણતા વિધાર્થીઓ ને વૃક્ષ થી થતાં ફાયદા અને તેનું મહત્વ સમજવું અને ફળાઉ વૃક્ષ થકી ખેડૂતોની આવકમાં વધારો કરવાનો છે.
ઓલપાડ તાલુકાના ભાંડુત, રાજગરી, સેલુત અને કુંકણી ગામના ખેડૂતોને ૧૦૦૦ જેટલા છોડ અને બીજા અનેક ગામોમાં કુલ ૨૦૦૦ જેટલા વૃક્ષનું વિતરણ કરવામાં આવ્યું હતું. જૂના ગામ ખાતે આવેલી અદાણી ફાઉન્ડેશન પુરસ્કૃત નવચેતન વિદ્યાલય, પ્રાથમિક વિભાગમાં ૪૫૦ જેટલા ફળાઉ છોડ વિદ્યાર્થીને ઉછેરના સંકલ્પ સાથે વિતરિત કરાયા હતા. ફળાઉ છોડ મારફતે આવનારા વર્ષોમાં ખેડૂતને ઉપયોગી થશે અને તેમની આવકમા વધારો થશે. કેસર કેરીની મોટી કલમ વિતરિત કરાઇ હતી જેથી ઓછા સમયમાં જ એ ફળ આપતી થઈ જાય. અદાણી ફાઉન્ડેશન લાંબા ગાળાના ટકાઉ વિકાસના કાર્યો માટે સતત પ્રયત્નશીલ છે અને એ દિશાના પ્રયત્નો હજીરા કાંઠા વિસ્તારના ગામો અને ઉમરપાડા તાલુકાના આદિવાસી વિસ્તારમાં કરી રહ્યું છે.