Connect with us

Gujarat

જીટીયુ સ્પોર્ટ્સ ઓફિસર ડૉ. આકાશ ગોહિલ ની નેશનલ ફૂટબોલ ટુર્નામેન્ટમાં ટેકનિકલ કમિટી મેમ્બર તરીકે નિમણૂક.

Published

on

GTU Sports Officer Dr. Appointed Akash Gohil as Technical Committee Member in National Football Tournament.

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) ખાતે સ્પોર્ટ્સ ઓફિસર ના પદ પર કાર્ય કરતા ડૉ. આકાશ ગોહિલ ને તાજેતરમાં જ ભારત સરકારના યુથ એન્ડ સ્પોર્ટ્સ અફેર્સ દ્વારા માન્યતા પ્રાપ્ત “ફિઝીકલ એજ્યુકેશન ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા (PEFI) પેઇફી દ્વારા આયોજિત દિવાન દૌલતરામ મેમોરિયલ અંડર ૧૪ ભાઈઓની રાષ્ટ્રીય સ્તરની ફૂટબોલ સ્પર્ધામાં ટેકનિકલ કમિટી મેમ્બર તરીકે નિયુક્તિ કરવામાં આવેલ છે. આ પૂર્વે ડૉ.આકાશ ગોહિલ અંડર ૧૭ રાષ્ટ્રીય સ્તરની ફૂટબોલ સ્પર્ધામાં પણ કામગીરી કરી ચૂક્યા છે.

GTU Sports Officer Dr. Appointed Akash Gohil as Technical Committee Member in National Football Tournament.
જીટીયુના કાર્યકારી કુલપતિ ડૉ.પકજરાય પટેલ અને કુલ સચિવ પ્રોફેસર ડૉ. કે એન ખેર દ્વારા તેઓ શ્રી ને સમગ્ર જીટીયુ પરિવાર તરફથી અભિનંદન પાઠવ્યા હતા.
ડૉ. આકાશ ગોહિલ છેલ્લા ચાર વર્ષથી પણ વધુ સમયથી જીટીયુ ખાતે કાર્યરત છે આ દરમિયાન તેમના દ્વારા સ્પોર્ટસ ક્ષેત્રે સુંદર આયોજન કરવામાં આવી રહ્યા છે. યુવા ખેલાડીઓના વિકાસ માટે યુનિવર્સિટીની વિવિધ રમતોની સ્પર્ધાઓનો આયોજન કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત સ્પોર્ટ્સ મેનેજમેન્ટ, સ્પોર્ટ્સ ટેકનોલોજી અને સ્પોર્ટ્સ સાયન્સમાં બહોળો અનુભવ ધરાવતા હોવાથી પેફી દ્વારા તેઓની નિયુક્તિ કરાઈ છે.
૬ થી ૯ એપ્રિલ ૨૦૨૩ દરમિયાન હેપી ડે સ્કૂલ, શિવપુરી, મધ્યપ્રદેશ ખાતે યોજાનાર આ અન્ડર ૧૪ નેશનલ સ્પર્ધામાં મેચ દરમિયાન તમામ પ્રકારના નિયમોનું યોગ્ય પાલન થાય છે કે નહીં, ઇન્ટરનેશનલ ધારા ધોરણ મુજબ ગ્રાઉન્ડનું તમામ મેનેજમેન્ટ કરવું, રેફરીના નિર્ણયોનું ટેકનિકલ વેરિફિકેશન જેવી મહત્વના કાર્યો બાબતે સેવા અપાશે. આ નેશનલ સ્પર્ધામાં કશ્મીર, પંજાબ, કેરલ, ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, બંગાલ વગેરેની કુલ ૧૬ ટીમો ભાગ લઈ રહી છે.

Advertisement
error: Content is protected !!