Connect with us

Vadodara

વડોદરા જિલ્લાનાં ખેડુતોને પાણીની અછત વર્તાય ત્યારે પાણીના ઉપયોગ અંગે માર્ગદર્શન અને ટપક સિંચાઈ પદ્ધતિ અંગે માર્ગદર્શન

Published

on

Guidance on Water Use and Drip Irrigation System for Farmers of Vadodara District in case of Water Scarcity

વડોદરા જીલ્લામાં ખરીફ -૨૦૨૩ નો ગત સપ્તાહ સુધીમાં કુલ વાવેતર ૧, ૮૩, ૧૨૦ હેકટર વિસ્તારમાં થયેલ છે. જેમાં મુખ્યત્વે કપાસના પાકનું ૮૮, ૬૨૭ હેકટરમાં ડાંગરના પાકનું ૩૧, ૫૯૨ હેકટરમાં, શાકભાજીપાકોનું ૧૫, ૦૬૮ હેકટરમાં, તુવેરના પાકનું ૧૦, ૩૩૦ હેકટરમાં, દિવેલાના પાકનું ૧૧, ૦૮૬ હેકટરમાં અને ઘાસચારા પાકોનું ૧૭,૩૧૬ હેકટરમાં વાવેતર થયેલ છે. જિલ્લાના તમામ આઠ તાલુકાઓમાં છેલ્લે ૨૧ ઓગષ્ટ, ૨૦૨૩ ના રોજ વરસાદ થયેલ. જો હજુ વરસાદ ખેંચાય તો ખેતી પાકોને અસર થવાની શક્યતાઓ રહેલી છે. આ પરિસ્થિતિમાં ખેડૂતો દ્રારા લેવાના થતાં જરૂરી પાક આયોજનના પગલાં લેવા નીચે મુજબના સૂચનો કરવામાં આવ્યા છે.

૧. બાષ્પીભવનને કારણે પાણીના નુકશાનને અટકાવવા સમયસર આંતર ખેડ અને નિંદામણ કરવું. પાકને નીંદણ મુક્ત રાખવો અને આચ્છાદન (મલ્ડિંગ) કરવું

Advertisement

૨. જ્યારે ભેજની અછત જણાય ત્યારે પાકની પારવણી કરવી. ભેજની વધારે અછત વર્તાય ત્યારે એકાંતરે હાર કાઢી નાંખવી.

૩. જો સિંચાઈની સુવિધા ઉપલબ્ધ હોય તો પાકને જીવનરક્ષક પિયત આપો.

Advertisement

૪. તેમજ વરસાદ ખેંચાયા પછી પૂરતો વરસાદ મળે ત્યારે પાકોમાં નાઈટ્રોજન પુર્તી ખાતર તરીકે આપવું. અને જેમ જેમ છોડ પરિપકવ થતાં જાય તેમ તેમ કાપણી કરવી જેથી ભેજનો સંગ્રહ થઈ શકે.

Why Drip Irrigation? — Seattle Urban Farm Company
તરૂપરાંત પાણીના કરકસરભર્યા ઉપયોગ માટે વધારે પાણી એટલે વધારે ઉત્પાદન તેવી માનસીકતા દૂર કરવી જોઈએ કારણકે પાકને પાણીની નહીં પણ ભેજની જરૂર છે. આપેલું પાણી મૂળ વિસ્તારમાં જ સંગ્રહ થાય અને તોજ તે પાણી પાક વાપરી શકે નહીતો વધારાનું પાણી નીતરીને મૂળથી નીચે જતું રહે અથવા તો ખેતરમાંથી જમીનના નીચેના સ્તરોમાં જતું રહે છે, જેમ ખેડૂતો બીજ, ખાતર અને દવાનો કસકસર પૂર્વક ઉપયોગ કરે છે તેજ રીતે પાણીનો પણ કસરકસર પૂર્વકનો ઉપયોગ કરવો જોઈએ.

નોંધનીય છે કે, પાણીનો બગાડ અટકાવવા માટે મહત્વની બાબત એ છે કે પાકને પાણી નહીં પરંતુ પૂરતા ભેજની જરૂર છે તેને ધ્યાને રાખીને જ પિયત કરવું જોઈએ તેમજ પિયત પાણીની ઉપલબ્ધતા મુજબ જીવનરક્ષક પિયત પાકને વૈકલ્પિક ચાસમાં આપવું જોઈએ તેમજ વધુમાં પાકને પિયત આપવા માટે ટપક અથવા ફુવારા પિયત પધ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ અને એક સરખા પિયત માટે જમીન સમતલ કરી, યોગ્ય ઢાળ આપવો. અને જીવાતો અને રોગગ્રસ્ત છોડને દૂર કરવા જોઈએ. કરકસરયુકત કાર્યક્ષમ પિયત પદ્ધતિ જેવી કે, એકાંતરે ચાસે પિયત આપવું અથવા છોડની હાર નજીક પિયત આપવું તેમજ ટ્યૂબવેલ કે કૂવાથી થતા પિયતમાં સાંકડા અંતરે વવાતા પાકોમાં ટપક (ડ્રીપ) સિંચાઈ પદ્ધતિ અપનાવવાથી પાણીનો વ્યય અટકાવી વધુ જમીન પિયત હેઠળ આવરી શકાય છે.

Advertisement
error: Content is protected !!