Gujarat
“ઓવરસીસ એમ્પ્લોયમેન્ટ” અને “અનુબંધમ પોર્ટલ” અંતર્ગત આઈ.ટી.આઈ ગોધરા ખાતે માર્ગદર્શન સેમિનાર યોજાયો
જિલ્લા રોજગાર કચેરી,ગોધરા તથા મદદનીશ નિયામક વડોદરાના સંયુકત ઉપક્રમે આઈ.ટી.આઈ ગોધરા ખાતે માહિતી અને માર્ગદર્શન તથા જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ઓવરસીસ એમ્પ્લોયમેન્ટ એન્ડ કરીયર ઇન્ફોરમેશન કાર્યક્રમમાં સંસ્થા દ્વારા ઓવરસીસ એમ્પલોયમેન્ટ વડોદરાના નિશાંત જોષી તથા જિલ્લા રોજગાર કચેરીના ઇમ્પેક્ષ-બીના કેરીયર કાઉન્સેલર રાકેશભાઈ સેવક તથા સંસ્થાના આચાર્ય ડી.જે.વરમોરા તેમજ પ્લેસમેન્ટ સેલના કો-ઓર્ડીનેટર મિતાલી આર.વરિયા દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.જેમાં કુલ ૨૦૮ તાલીમાર્થી હાજર હતા.
કાર્યક્રમના શરૂઆતમાં આઇ.ટી.આઇ. ગોધરાના આચાર્યએ સૌને આવકાર્યા હતા.જિલ્લા રોજગાર કચેરી ગોધરાના કરીયર કાઉન્સેલર રાકેશ સેવક દ્વારા “અનુબંધમ પોર્ટલ” વિશે વિદ્યાર્થીઓને માર્ગદર્શન અને સેમીનારનું મહત્વ સમજાવ્યું હતું.
ઓવરસીસ એમ્પ્લોયમેન્ટ વડોદરાના નિશાંત જોષી, દ્વારા હાજર રહેલ તાલીમાર્થીને વિદેશમાં રોજગારી મેળવવા પાસપોર્ટ કઢાવવા માટે કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડે અને પાસપોર્ટ માટેની ગવર્મેન્ટ વેબસાઇટ, પાસપોર્ટ અપ્લિકેશન કઇ રીતે કરાય, તથા કયા દેશમાં કયા પ્રકારની રોજગારી મેળવી શકાય તેની વિગતવાર માહિતી અને માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું. વિદેશમાં અભ્યાસ માટેના અલગ અલગ દેશના વિવિધ કોર્ષ તથા યુનિવર્સીટી બાબતે પણ માર્ગદર્શન આપ્યું હતું.વિદેશમાં જવા માટે વિઝાની કાર્યવાહી કઇ રીતે હોય છે તે સમજાવેલ તથા ઉમેદવારને વિઝા કાર્યવાહી દરમિયાન ઇન્ટરવ્યુ આપવા માટેની પધ્ધતિસરનું માહિતી અને માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું.
આ તકે વિદ્યાર્થીઓને અલગ અલગ દેશમાં જતા પહેલા આપવામાં આવતી પરીક્ષાઓ વિશે માર્ગદર્શન તથા રોજગારી માટે વિદેશ જવા માટેની પધ્ધતિ વિશે સચોટ માર્ગદર્શન અને માહિતિ આપવામાં આવી હતી.આ પ્રસંગે સંસ્થાના આચાર્ય ડી.જે.વરમોરા દ્વારા મુખ્યમંત્રી એપ્રેન્ટિસીપ યોજાનાની માહિતી આઈ.ટી.આઈના તાલીમાર્થીઓને આપી હતી.અંતમાં સંસ્થાના પ્લેસમેન્ટ સેલના કો-ઓર્ડીનેટર દ્વારા આભારવિધી રજૂ કરાઈ હતી.