Gujarat
Gujarat APMC Election 2023: APMCની ચૂંટણીની તારીખો જાહેર આ મહિના માં યોજાશે ચૂંટણી
ગુજરાત વિધાનસભા ચૂંટણીના કારણે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (એપીએમસી)ની ચૂંટણી પાછળ ઠેલવવામાં આવી હતી. જોકે હવે APMCની ચૂંટણીની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ અને મે મહિનામાં 23 જેટલી APMCની ચૂંટણી યોજવામાં આવી છે. જેમાં ફેબ્રુઆરી મહિનામાં 2, માર્ચમાં એક, એપ્રિલમાં 17 અને ત્રણ APMCની મે મહિનામાં ચૂંટણી યોજાશે.
ફેબ્રુઆરી મહિનામાં બે APMCની ચૂંટણી
ફેબ્રુઆરી મહિનામાં બે APMCની ચૂંટણી યોજાનારી છે. 3 ફેબ્રુઆરીના રોજ વિજાપુર એપીએમસી જ્યારે 24 ફેબ્રુઆરીના રોજ રાજપીપળા APMCની ચૂંટણી યોજાનારી છે. એવી જ રીતે માર્ચ મહિનામાં એકમાત્ર અંજાર APMCની ચૂંટણી યોજવામાં આવશે. 4 માર્ચના રોજ અંજાર એપીએમસીની ચૂંટણી થશે.
એપ્રિલ મહિનામાં 17 APMCની ચૂંટણી
એપ્રિલ મહિનામાં 17 APMCની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાંથી 10 એપીએમસીની ચૂંટણી 17 એપ્રિલના રોજ યોજવામાં આવશે. બાયડ APMCની 12 એપ્રિલે, કરજણ, સિદ્ધપુર, માણસા, વાસદ, ટીંબી, વાલિયા, તારાપુર, ડીસા, બોડેલી અને ઉમરાળા APMCની 17 એપ્રિલના રોજ ચૂંટણી યોજાશે. સુરત અને વિરમગામની 24મીએ તથા સોનગઢ(તાપી) APMCની 26 એપ્રિલના રોજ ચૂંટણી યોજવામાં આવશે.
ધંધુકા APMCની 5 એપ્રિલના રોજ ચૂંટણી યોજવામાં આવશે. માલપુર એપીએમસીની 27મીએ, કાલાવડ APMCની 28 એપ્રિલ અને માંડલ APMCની 29 એપ્રિલના રોજ ચૂંટણી યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ ઉપરાંત મે મહિનામાં વાલોડ અને સાવલી APMCની ચૂંટણી યોજવામાં આવશે. ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.