Gujarat

ગુજરાત ATS દિલ્હીથી 8 કિલો હેરોઈન સાથે ધરપકડ કરાયેલ અફઘાન નાગરિકને અમદાવાદ લાવી તપાસ શરૂ કરી

Published

on

આરોપી પાસેથી 8 કિલો હેરોઈન મળી આવ્યું છે

ગુજરાત ATSએ ડ્રગ્સના નેટવર્કમાં અફઘાનિસ્તાનના એક નાગરિકની દિલ્હીથી ધરપકડ કરી છે. આરોપી પાસેથી 8 કિલો હેરોઈન મળી આવ્યું છે. અગાઉ, ગુજરાત એટીએસ અને ભારતીય કોસ્ટ ગાર્ડે જખૌ બંદર પર પાકિસ્તાની બોટમાંથી રૂ. 350 કરોડની કિંમતનું 50 કિલો હેરોઈન જપ્ત કરીને 6 પાકિસ્તાની નાગરિકોની ધરપકડ કરી હતી. તે ડ્રગ્સ નેટવર્કનો રીસીવર હોવાનું કહેવાય છે. ગુજરાત ATSએ દિલ્હીમાં મોટું ઓપરેશન હાથ ધર્યું છે. નવી દિલ્હી વિસ્તારમાંથી 8 કિલો હેરોઈન સાથે એક અફઘાન નાગરિકની ધરપકડ કરવામાં આવી છે. આ હેરોઈનની કિંમત લગભગ 40 કરોડ રૂપિયા છે. અમન નામના અફઘાન નાગરિકે ઓક્ટોબર મહિનામાં પાકિસ્તાનમાંથી 50 કિલો હેરોઈન ખરીદ્યું હતું. ત્યારે ગુજરાત ATSએ દરિયામાંથી છ પાકિસ્તાની સાથેની બોટ પકડી પાડી 50 કિલો હેરોઈન કબજે કર્યું હતું.

Advertisement

ગુજરાત એટીએસ અને દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે તેને દિલ્હીના લાજપતનગરમાંથી પકડ્યો હતો.

ગુજરાત ATSએ અફઘાન નાગરિક હકમતુલ્લા ઉર્ફે અમાનની ધરપકડ કરી છે. ડ્રગ્સ મેળવનાર કોણ છે. ગયા મહિને, ગુજરાત ATS અને કોસ્ટ ગાર્ડે એક સંયુક્ત ઓપરેશનમાં જાખો બંદરથી 55 નોટિકલ માઈલ દૂર પાકિસ્તાની બોટમાંથી 350 કરોડ રૂપિયાની કિંમતનું 50 કિલો હેરોઈન જપ્ત કર્યું હતું. આ ડ્રગ્સનું કન્સાઈનમેન્ટ અફઘાન નાગરિક હકમતુલ્લાનું હતું. આ રીસીવરની તપાસ કરી રહેલી ATSને માહિતી મળી હતી કે આરોપી દિલ્હીમાં છુપાયેલો છે. તેથી જ ગુજરાત ATS અને દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે તેને દિલ્હીના લાજપતનગરમાંથી પકડી લીધો છે. તપાસ દરમિયાન તેની કારમાંથી 8 કિલો હેરોઈન પણ મળી આવ્યું હતું. જેની કિંમત 40 કરોડની આસપાસ છે.

Advertisement

અફઘાનિસ્તાનનો નાગરિક હકમતુલ્લા ચાર વર્ષ પહેલા ટૂરિસ્ટ વિઝા પર ભારત આવ્યો હતો અને દિલ્હીમાં રહેતો હતો.

અફઘાનિસ્તાનનો નાગરિક હકમતુલ્લા ચાર વર્ષ પહેલા ટૂરિસ્ટ વિઝા પર ભારત આવ્યો હતો અને દિલ્હીમાં રહેતો હતો. એટીએસની તપાસ મુજબ પાકિસ્તાન સ્થિત મોહમ્મદ કાદર જે બલૂચિસ્તાનનો ડ્રગ માફિયા છે. આ ડ્રગ માફિયાએ પાકિસ્તાનના કરાચી બંદરેથી અલ-સાકર નામની પાકિસ્તાની બોટમાં હેરોઈનનો જથ્થો મોકલ્યો હતો. જેમાં આરોપી હકમતુલ્લા રીસીવર હતો. ATSએ ડ્રગ્સ નેટવર્કમાં 6 પાકિસ્તાની અને એક ડ્રગ રીસીવર અફઘાન નાગરિકને પકડીને મોટી સફળતા હાંસલ કરી છે. ATSએ આરોપીને દિલ્હીથી અમદાવાદ લાવીને પાકિસ્તાનથી ભારતમાં ડ્રગ્સની દાણચોરીના નેટવર્કમાં અન્ય ડ્રગ માફિયાઓની સંડોવણીની તપાસ શરૂ કરી છે.

Advertisement

Trending

Exit mobile version