Gujarat

ઊર્જા ક્ષેત્રે થયેલા આધુનિક વિકાસ થકી ઊર્જાવાન બન્યું ગુજરાત

Published

on

રાજ્યના સર્વાગી વિકાસમાં ઊર્જા વિભાગની મહત્વપૂર્ણ ભૂમિકા છે. આજે આપણું જીવન ઊર્જા પર અવલંબિત છે. રોજબરોજની તમામ પ્રવૃત્તિઓ માટે ઊર્જાની આવશ્યકતા રહે છે. ઊર્જા અને એના વિવિધ પ્રકારોથી આપણે આરામદાયક જીવન જીવી રહ્યાં છીએ. ગુજરાતમાં ઊર્જા વિકાસ ક્ષેત્રે પ્રશંસનીય કામગીરી કરી છે. શહેરો હોય કે નાના ગામડાં દરેકને ૨૪ કલાક વિજળી મળી રહે એ જ રાજ્ય સરકારનો હેતુ છે. મૃદુ અને મક્કમ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે લોકહિતાર્થે ઘણાં મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે, નેવાના પાણી મોભે ચઢાવ્યાં છે, જી-20 સમિટ થકી ફક્ત દેશમાં જ નહીં, પણ વિદેશમાં પણ ગુજરાતની છબી ઊજાગર કરી છે. ગુજરાતની ઉજ્જવળ, પારદર્શક છબીને કારણે આજે કોઈ ગુજરાતી અન્ય દેશમાં જાય ત્યારે તેને માનની દ્રષ્ટિથી જોવામાં આવે છે. તેની ગણના સમૃદ્ધ નાગરિક તરીકે થાય છે. વિદેશીઓ ગુજરાતની પાવન ભૂમિ પર આવી ધન્યતા અનુભવે અને પ્રભાવિત થઈ અન્યને પણ અહીં આવવા પ્રેરે એ કંઈ નાનીસૂની સફળતા નથી.

ઊર્જા એ વિકાસનું પ્રથમ પગથિયું છે. ઊર્જા દ્વારા નાના સ્વરોજગાર અને મોટા ઉદ્યોગ ગૃહો કાર્યસ્થાપિત થયા છે. ઉર્જા થકી સિંચાઈ પણ થાય છે. ઊર્જા દ્વારા માન્ય જીવનમાં ગતિ આવી છે. શિક્ષણ, આરોગ્ય, કૃષિ-પશુપાલન જેવા તમામ વિભાગોના કાર્યોમાં, યોજનાઓના અમલીકરણમાં ઊર્જા ક્ષેત્રનું પ્રદાન મહત્વનું છે. આથી જ પરંપરાગત ઊર્જા ઉપરાંત સૌરઊર્જા, પવન ઊર્જા અને સોલાર રૂફટોપ સિસ્ટમનો ગુજરાતમાં વધુને વધુ ઉપયોગ થઈ રહ્યો છે. આ ક્ષેત્રે વિકાસમાં ગુજરાત સમગ્ર દેશમાં અવ્વલ છે. ગુજરાતમાં ગ્રામીણ ક્ષેત્રે 24 કલાક વીજળી પહોચાડવા માટે જ્યોતિગ્રામ યોજના અમલી બનાવવામાં આવી. આ યોજનાના ફળસ્વરૂપ ગ્રામીણ ક્ષેત્રે રોજગારી વધી, સ્થાનિક ધંધા-રોજગારને પુનઃજીવન મળ્યું અને શહેરો તરફનું અવલંબન અને પલાયન ઘટ્યું. આ યોજના તત્કાલિન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનાં દીર્ઘદ્રષ્ટિપૂર્ણ નેતૃત્વમાં શક્ય બની હતી. આ યોજના સાકાર થવાથી પૂજ્ય ગાંધીજીના ગ્રામોદ્ધારનું સપનું સાકાર થયું છે. આજે જ્યોતિગ્રામ યોજનાના કારણે રાજ્યનાં 18,000 ગામડાઓને ચોવીસ કલાક વીજળી મળી રહી છે. ગુજરાતમાં ઊદ્યોગોની સાથે કૃષિ ક્ષેત્રને પણ પૂરતાં પ્રમાણમાં વીજળી મળી રહે તેવી વ્યવસ્થા રાજ્ય સરકારે સુનિશ્ચિત કરી છે.

Advertisement

રાજ્યમાં 66 કેવીના 20 સબસ્ટેશન સ્થાપિત કરવામાં આવ્યા છે. 56,780 પીએનજી ગેસ જોડાણ અને 116 ઔદ્યોગિક ગેસ જોડાણ આપવામાં આવ્યા છે. 57,757 રહેણાંકની ઈમારતો પર 200 મેગાવોટની સિસ્ટમ લગાવવામાં આવી છે. તો 5 હજાર સરકારી ઈમારતો પર 8 હજાર કિલોવોટની ક્ષમતાની સોલર સિસ્ટમ કાર્યરત કરવામાં આવી છે. આજે સોલાર ઉત્પાદનમાં 80 ટકા ઉત્પાદન સાથે સોલાર રૂફ ટોપમાં પ્રથમ ક્રમે છે. રાજ્યની તમામ વીજ કંપનીઓ શ્રેષ્ઠ કામગીરી કરી રહી છે. તેનો પૂરાવો તેને મળેલા રાષ્ટ્રીય કક્ષાએથી મળેલા પુરસ્કાર છે. આજે રાજ્યની ચારેય વીજ કંપનીઓ એ-પ્લસ રેટીંગ ધરાવે છે. નાગરિકોને મોંઘવારીમાં રાહત આપવા સીએનજીના વેટના દરમાં ઘટાડો કરીને 5 ટકા કરવામાં આવ્યો છે.

છેલ્લાં પાંચ વર્ષમાં બિનપરંપરાગત ઊર્જા ક્ષેત્રે થયેલી પ્રગતિ પર નજર કરીએ તો, પુનઃપ્રાપ્ય ઊર્જાની દિશામાં ગુજરાત અગ્રેસરતા હાંસલ કરી રહ્યું છે. પવન અને સૌર ઊર્જા બંને સાથે આ પ્રકારનો પ્રથમ પાર્ક કચ્છમાં નિર્માણ પામશે. દેશમાં ૪૫૦ GW ઊર્જા ઉત્પન્ન કરવાના પ્રધાનમંત્રીશ્રીના વિઝનને પૂર્ણ કરવામાં કચ્છનો એનર્જી પાર્ક મુખ્ય ભૂમિકા ભજવશે. કચ્છના ખાવડા ખાતે ભારત પાક સરહદ ઉપર સ્થિત ૭૨,૬૦૦ હેકટર વિસ્તારની ફાજલ જમીન ઉપર પ્રથમ હાઈબ્રીડ રિન્યૂએબલ એનર્જી પાર્ક બનશે. ભારતની કુલ પુનઃપ્રાપ્ય ઊર્જામાં ગુજરાતનો ૧૩ ટકા હિસ્સો છે. કચ્છ ખાતે ૩૦ GW ક્ષમતાનો વિશ્વનો સૌથી મોટો હાઈબ્રીડ રિન્યુએબલ એનર્જી પાર્ક આકાર લઈ રહ્યો છે. ગુજરાતની કુલ સ્થાપિત ક્ષમતામાં ૩૭ ટકા જેટલો હિસ્સો રિન્યૂએબલ એનર્જીનો છે.

Advertisement

ગુજરાત સમગ્ર દેશમાં સોલાર રૂફ ટોપ પ્લાન્ટ સ્થાપવામાં પ્રથમ ક્રમે છે. ૧.૯૮ લાખથી સોલાર રૂફ ટોપ સિસ્ટમથી ૮૮૬ મેગાવોટથી વધુ ઊર્જાનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. સોલાર રૂફટોપ યોજના અંતર્ગત પરિવારોને સબસિડી પણ ચૂકવવામાં આવી છે. સોલર રૂફટોપથી ખૂબ મોટા પ્રમાણમાં વીજળીની બચત થઈ છે. રાજ્યની પશ્ચિમ દિશામાં આવેલો દરિયાકિનારો એનર્જીનું હબ બનવા જઈ રહ્યું છે. આ દરિયાકિનારા પર બે ઓઈલ રીફાઈનરી કાર્યરત છે. તેમાં ભાવનગર નજીક સી.એન.જી. ટર્મીનલ આકાર લેશે. આ સી.એન.જી. ટર્મિનલથી દેશનું સૌપ્રથમ સી.એન.જી ટર્મિનલ હશે. તેમજ તેનાથી સી.એન.જી. નો વપરાશ કરતાં રાજ્યનાં પાંચ લાખથી વધુ વાહનોની જરૂરીયાત પૂર્ણ કરી શકાશે. અને રાજ્યમાં નવા સી.એન.જી. પંપ શરૂ કરવા માટે આગળ વધી શકાશે.

Advertisement

Trending

Exit mobile version