Connect with us

Gujarat

ગુજરાત સ્થાનિક સત્તામંડળ સુધારા વિધેયક -2023 ગુજરાત વિધાનસભામાં પસાર

Published

on

Gujarat Local Authorities Amendment Bill-2023 passed in Gujarat Assembly

* OBCને ૨૭ ટકા અનામતથી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં SC-ST વર્ગોની ની એકપણ બેઠક ઘટી નથી – મંત્રી ઋષિકેશ પટેલ

* અન્ય પછાત વર્ગોને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં 27 ટકા અનામત આપનાર ગુજરાત સમગ્ર દેશમાં ચોથું રાજ્ય

Advertisement

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની સરકાર રાજ્યના ઓ.બી.સી./એસ.ટી. અને એસ.સી.વર્ગોના હિતો માટે હંમેશાથી સંવેદનશીલ છે. રાજ્યમાં શહેરી ઉપરાંત ગ્રામ્ય સ્તરે સર્વસમાવેશક વિકાસ થાય તે દિશામાં રાજ્ય સરકારે હંમેશા પ્રયાસો હાથ ધર્યા છે. સમાજના દરેક વર્ગને વિકાસની મુખ્યધારામાં જોડીને રાજ્યનો વિકાસ હાથ ધરાયો છે.

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં અન્ય પછાત વર્ગોને બેઠકો તેમજ ચેરપર્સનની બેઠકોમાં અનામત ફાળવણી માટે સુપ્રિમ કોર્ટના દિશા-નિર્દેશ અનુસાર જસ્ટીસ ઝવેરી કમિશનની રચના કરવામાં આવી હતી. આ કમિશને પોતાનો અહેવાલ રાજ્ય સરકારને રજૂ કર્યો હતો.

Advertisement

જે અહેવાલના આધારે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારના મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા ગુજરાત વિધાનસભામાં ગુજરાત સ્થાનિક સત્તામંડળ સુધારા વિધેયક -2023 રજૂ કરાયું હતું.જે ગૃહમાં પસાર કરવામાં આવ્યું હતું.

સુપ્રીમ કોર્ટના નિર્દશન સંદર્ભે અન્ય પછાત વર્ગોને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં ૨૭ ટકા અનામત આપનાર ગુજરાત સમગ્ર દેશમાં ૪થું રાજ્ય છે.

Advertisement

આ બિલની જોગવાઈઓથી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં SC-ST વર્ગોની એકપણ બેઠકમાં ઘટાડો થતો નથી તેમ મંત્રી ઋષિકેશ પટેલે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું.

Gujarat Local Authorities Amendment Bill-2023 passed in Gujarat Assembly

આ બિલની જોગવાઈઓ અનુસાર,

Advertisement

(૧) ગ્રામીણ સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓ (ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત)તેમજ શહેરી સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓ (નગરપાલિકા અને મહાનગરપાલિકા) માં અનુસૂચિત જાતિ તેમજ અનુસૂચિત જનજાતિના સમુદાયના લોકોને મળનાર હાલના પ્રતિનિધિત્વમાં સમર્પિત આયોગ દ્વારા કોઇ જ ફેરફાર કરવામાં આવેલ નથી, તે બાબતની કેબિનેટ સબકમિટી દ્વારા નોંધ લેવામાં આવી તેમજ તે બાબતે સંમતી દર્શાવવામાં આવી.

(ર) ગ્રામીણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ એટલે કે જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતો તેમજ ગ્રામ પંચાયતોમાં, શિડ્યુલ (અનુસૂચિત) વિસ્તારો અને પેસા (PESA) એક્ટની જોગવાઈઓ લાગુ પડે છે તે સિવાયના વિસ્તારોમાં વોર્ડ / બેઠક માટે અને હોદ્દાઓ (પ્રમુખ / સરપંચ) અન્ય પછાત વર્ગ (ઓ.બી.સી.) માટે ૨૭% અનામત (અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગો માટે બેઠકો / હોદ્દાઓ ૫૦% ની મર્યાદામાં) રાખવા માટે કમિટીની ભલામણ છે.

Advertisement

(૩) શહેરી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ એટલે કે મહાનગરપાલિકાઓ અને નગરપાલિકા વિસ્તારોમાં પણ વોર્ડ / બેઠક અને હોદ્દાઓ માટે (પ્રમુખ / મેયર) માટે અન્ય પછાત વર્ગ (ઓ.બી.સી.) માટે ૨૭% અનામત (અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગો માટે બેઠકો/હોદ્દાઓ ૫૦%ની મર્યાદામાં) માટે કમિટીની ભલામણ છે.

(૪) બિન અનુસૂચિત વિસ્તારોની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં અનુસૂચિત જનજાતિને (ST) અનુસૂચિત વિસ્તાર / પેસા એક્ટની જોગવાઇઓ મુજબ અનામત બેઠકો ફાળવવામાં આવેલ છે. જેમાં હાલની સ્થિતિએ રાજ્ય સરકાર દ્વારા અનુસૂચિત જનજાતિ (ST) માટે જે પ્રતિનિધિત્વ સંસ્થાવાર અમલમાં છે, તેનો અમલ યથાવત રાખવા ભલામણ કરેલ છે.

Advertisement

(૫) સમર્પિત આયોગ દ્વારા રજૂ કરવામાં આવેલ સ્થાનિક સ્વરાજયની સંસ્થાવાર આંકડાકીય માહિતીનું અવલોકન કરતા સમગ્ર રાજ્યની ગ્રામીણ અને શહેરી વિસ્તારની તમામ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં સંસ્થાવાર હાલની ૧૦%ની નીતિ અનુરુપ અન્ય પછાત વર્ગોના ફાળે બેઠકો ફાળવાયેલ છે, પરંતુ સમર્પિત આયોગ દ્વારા અન્ય પછાત વર્ગોને (OBC) બેઠકોની ફાળવણીની ભલામણ કરતા પેસા વિસ્તાર અને નોન-પેસા વિસ્તારમાં કેટલીક સંસ્થાઓમાં અન્ય પછાત વર્ગોની બેઠકો રદ્દ થઇ જાય છે. તેવી સંસ્થાઓમાં (a) ગુજરાત પંચાયત અધિનિયમ-૧૯૯૩ની કલમ-૯,૧૦,૧૧ તથા ગુજરાત નગરપાલિકા અધિનિયમ-૧૯૬૩ ની કલમ-૬ તેમજ આ અધિનિયમોમાં થયેલ વખતો-વખતના સુધારા-વધારા અનુસાર અન્ય પછાત વર્ગોને (OBC) અગાઉની ૧૦% નીતિ મુજબ ફાળવેલ આરક્ષિત બેઠકો યથાવત રાખવા કમિટીએ ભલામણ કરી છે (મહાનગરપાલિકાઓમાં આ પ્રમાણેની પરિસ્થિતિ ઉદ્દભવેલ નથી.)

જસ્ટીસ ઝવેરી કમિશનની ભલામણોનો સ્વીકાર કરીને અમલવારી માટે સમર્પિત આયોગ દ્વારા ઓ.બી.સી. વસ્તીના આંકડા જે ગણતરીમાં લીધા છે તેમાં કલેકટર કચેરીની ચૂંટણી શાખાના આંકડા, આરોગ્ય વિભાગના આંકડા, વર્ષ-૨૦૨૧-૨૨ દરમ્યાન ધોરણ-૧માં પ્રવેશ મેળવેલ બાળકોના આંકડા, મતદાર યાદીમાં ઓ.બી.સી. મતદારોના આંકડા, બ્રીટીશ સમયના સેન્સસના આંકડા, કમિશન દ્વારા વિભાગીય કક્ષાએ વિવિધ સમાજો દ્વારા થયેલ રજૂઆતોના આંકડા, ગ્રામિણ વિસ્તારોમાં ૫૨ ટકા અને શહેરી વિસ્તારોમાં ૪૬.૪૩ ટકા મળી ઓ.બી.સી.ની વસ્તી રાજયમાં ૪૯.૨૦ ટકા અંદાજવામાં આવેલ છે.

Advertisement
error: Content is protected !!