Gujarat
Gujarat News : શું ગુજરાતમાં પણ આવું થાય છે? પાકિસ્તાન માટે જાસૂસી કરનાર શખ્સ ઝડપાયો, નકલી આઈડીથી હનીટ્રેપમાં ફસાયો હતો
Gujarat News : ભારતીય વોટ્સએપ નંબર અને સોનલ ગર્ગના નકલી ફેસબુક આઈડીનો ઉપયોગ કરીને મિશ્રાને ફસાવનાર આરોપી પ્રવીણ મિશ્રા અને પાકિસ્તાની નાગરિક વિરુદ્ધ પોલીસે કેસ નોંધ્યો છે.
પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા ISI માટે કથિત રીતે જાસૂસી કરવાના આરોપમાં ગુજરાતના ભરૂચ જિલ્લામાંથી એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. આરોપીની ઓળખ પ્રવીણ મિશ્રા તરીકે થઈ છે, પોલીસનું કહેવું છે કે આરોપીને આઈએસઆઈના હેન્ડલરે હનીટ્રેપ દ્વારા ફસાવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી મિશ્રાએ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO) દ્વારા નિર્મિત ડ્રોન સંબંધિત મહત્વપૂર્ણ માહિતી ISI હેન્ડલર્સ સાથે શેર કરી છે.
આ સંદર્ભે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા ગુજરાત CID ADGP એ જણાવ્યું હતું કે, ‘CSL CID ક્રાઈમે ભરૂચ નજીક અંકલેશ્વરમાં એક ફેક્ટરીમાં સર્વેલન્સ હાથ ધર્યું હતું, જે દરમિયાન અમને પ્રવીણ મિશ્રા નામની વ્યક્તિ મળી આવી હતી. આ પછી તેના ફોનની તપાસ કરવામાં આવી અને તેમાંથી મળેલી માહિતીના આધારે અમે તેની સામે IPCની કલમ 123, IT એક્ટ અને ષડયંત્રના ગુના હેઠળ કેસ નોંધ્યો છે. મુખ્ય આરોપી, પાકિસ્તાનનો એક ISI હેન્ડલર, તેણે પોતાની ઓળખ સોનલ ગર્ગ તરીકે આપી. તેણે મિશ્રાને જણાવ્યું કે તે IBM ચંદીગઢમાં કામ કરે છે. તેણે પ્રવીણ મિશ્રાને હનીટ્રેપમાં ફસાવ્યા અને પ્રવીણ શર્મા પાસેથી ભારતના સંરક્ષણ સંબંધિત માહિતી મેળવી.
અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે સંરક્ષણ સંસ્થાઓ માટે કામ કરતા અન્ય લોકોને પણ ISI દ્વારા નિશાન બનાવવામાં આવ્યા છે. બીજી તરફ સીઆઈડીએ એક રિલીઝમાં જણાવ્યું કે પ્રવીણ મિશ્રા મૂળ બિહારના મુઝફ્ફરપુરનો રહેવાસી છે. તે ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં રહેતો હતો અને દેશ વિરુદ્ધ ગુનાહિત કાવતરું ઘડવા માટે વોટ્સએપ કોલ અને ઓડિયો દ્વારા પાકિસ્તાની ગુપ્તચર એજન્સીના સંપર્કમાં હતો, જેના ગંભીર પરિણામો આવી શકે છે.
તેણે વધુમાં કહ્યું, ‘હની-ટ્રેપર્સ દેશના સંરક્ષણ સંસ્થાઓમાં કામ કરતા અથવા તેની સાથે સંકળાયેલા લોકોને નિશાન બનાવે છે. પ્રવીણ મિશ્રાએ હૈદરાબાદમાં એક સંસ્થામાં કામ કર્યું, જેના બદલામાં તેમને DRDO સાથે કામ કરવાનો મોકો મળ્યો. પ્રવીણ મિશ્રાએ કેટલીક મહત્વપૂર્ણ માહિતી શેર કરી છે. તેના સિવાય સંરક્ષણ સંસ્થાઓ માટે કામ કરતા અન્ય લોકોને પણ નિશાન બનાવવામાં આવ્યા છે. પ્રવીણ મિશ્રાની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓએ ડીઆરડીઓ દ્વારા ઉત્પાદિત ડ્રોન સંબંધિત મહત્વપૂર્ણ માહિતી શેર કરી હતી. ISI હેન્ડલરે પ્રવીણ મિશ્રાની ઓફિસના સર્વર પર માલવેર ઇન્સ્ટોલ કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. આ મામલે વધુ તપાસ ચાલુ છે.