Gujarat

ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસનું પોસ્ટકાર્ડ અભિયાન: ‘જવાબ દો મોદી’

Published

on

ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસનું પોસ્ટકાર્ડ અભિયાન જવાબ દો મોદી’નું વિમોચન રાજીવ ગાંધી ભવન ખાતે કરવામાં આવ્યું હતું. આ પોસ્ટકાર્ડ અભિયાન યુવા કોંગ્રેસ ગુજરાતની ૧૮૨ વિધાનસભામાં ચલાવવામાં આવશે. પોસ્ટકાર્ડ અભિયાનમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ત્રણ સવાલ પૂછવામાં આવ્યા છે. લાખોની સંખ્યામાં યુવા કોંગ્રેસ દ્વારા પોસ્ટકાર્ડ લખાવવામાં આવશે તેવું ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના પ્રમુખ હરપાલસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું.
ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના પ્રમુખ હરપાલસિંહ ચુડાસમાએ કેન્દ્રની ભાજપ સરકાર પર ગંભીર આરોપ લગાવતા જણાવ્યું હતું કે, હાલના સમયમાં લોકશાહી ખતરામાં છે. રાહુલ ગાંધીની ભલે લોકસભાની સદસ્યતા રદ કરવામાં આવી હોય પણ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નીડર થઇને સવાલો પુછતાં રહીશું. આ દેશમાં ગરીબ લોકોનું શોષણ થઇ રહ્યું છે અને ઉદ્યોગપતિઓ મોદી સરકારના આશીર્વાદથી માલામાલ થઇ રહ્યા છે. વધુમાં તેઓ જણાવ્યું હતું કે ગજરાત યુવા કોંગ્રેસ પ્રદેશમાં એક મહિના સુધી પોસ્ટકાર્ડ અભિયાન ચલાવશે. તમામ ગુજરાતની ૧૮૨ વિધાનસભામાં યુવા કોંગ્રેસ દ્વારા ત્રણ સવાલ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પૂછવામાં આવશે.
યુવા કોંગ્રેસ દ્વારા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ત્રણ સવાલો પૂછવામાં આવ્યા
ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસ ૧૮૨ વિધાનસભામાં જઈને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ત્રણ સવાલો પુછતાં પોસ્ટકાર્ડ લાખોની સંખ્યામાં લખવામાં આવશે. 1-અદાણી દ્વારા ભાજપને કેટલા કરોડનું ફંડ આપવામાં આવ્યું છે? 2-દેશના વડાપ્રધાન દ્વારા વિદેશી પ્રવાસ બાદ અદાણીને કેટલા કોન્ટ્રાક મળ્યા છે ? 3-કૃપયા, અમને પણ સૂત્ર બતાવો જેના લીધે તમારો પ્રિય મિત્ર અદાણી દુનિયામાં ૬૦૯માં સ્થાનેથી આઠ વર્ષોમાં બીજા સ્થાને સૌથી ધની વ્યક્તિ કેવી રીતે બન્યો છે ?

ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસનામહામંત્રી મુકેશ આંજણાએ કહ્યું હતું, દેશમાં રાવણ રાજ ચાલી રહ્યું છે ત્યારે યુવાનો પાસે ડીગ્રી છે પણ નોકરી નથી અને દિનપ્રતિદિન બેરોજગારીનો દર વધી રહ્યો છે. હાલની કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે યુવા માટે કશું કર્યું નથી. દેશની શૈક્ષણિક રીતે પણ સ્થિતિ સારી નથી તેવા પણ આરોપ મુકવામાં આવ્યા હતા.
આ પ્રસંગે ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના મહામંત્રી જયમીન સોનારા, ગોરાંગ મકવાણા, અમદાવાદ શહેર યુવા કોંગ્રેસના પ્રમુખ વિશાલસિંહ ગુર્જર, કાર્યકારી પ્રમુખ જયમન શર્મા અને ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના જોઈન્ટ મીડિયા કોડીનેટર પ્રવીણ નકુમ વગેરે યુવા કોંગ્રેસના હોદેદારો હાજર રહ્યા હતા.
* ગુજરાત યુવા કોંગ્રેસ નરેન્દ્ર મોદીને 3 લાખ પોસ્ટકાર્ડ લખશે
* કેન્દ્ર સરકાર ગરીબો માટે નહીં, એક-બે ઉદ્યોગપતિને માલામાલ કરવા માટેની સરકાર છે: ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસ પ્રમુખ: હરપાલસિંહ ચુડાસમા

Advertisement

Trending

Exit mobile version