Gujarat
ગુજરાત રાજ્ય ભરમાં નવી વકફ નોંધણી તથા નોંધાયેલ વકફ મિલકતો માં સુધારા વધારા માટે હેલ્પ લાઈન શરુ કરાઈ
અંજાર, તા. ૦૩/૦૭/૨૦૨૩, ઇત્તિહાદુલ મુસ્લેમીન-એ-હિન્દ ટ્રસ્ટ દ્વારા ગુજરાત રાજ્યના તમામ જીલ્લાના તમામ શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં મુસ્લિમ સમાજ ની ધાર્મિક તેમજ સામાજિક મિલકતો આવેલી છે. જે મિલકતો ગુજરાત સરકારની વ્યવસ્થા મુજબના ગુજરાત રાજ્ય વકફ બોર્ડમાં નોંધણી વ્યવસ્થા ઉભી કરાયેલ છે. જે મિલકતોની નોંધણી ન થઇ હોય તેવી મિલકતોની નોંધણી માટે તેમજ નોંધાયેલ મિલકતોમાં સુધારા-વધારા માટે ઇત્તિહાદુલ મુસ્લેમીન-એ-હિન્દ ટ્રસ્ટ દ્વારા વકફ નોંધણી પ્રક્રિયામાં સહયોગ કરવાનું નક્કી કરાયેલ છે. જેથી જેમને વકફ બોર્ડમાં નવી નોંધણી, જૂની નોંધણીમાં મિલકતનો ઉમેરો, વકફ મિલકતોના ટ્રસ્ટીઓમાં સુધાર અથવા ફેરફાર કરવાના હોય તેઓ સંસ્થાનો સંપર્ક કરવા ગુઝારીશ કરાઈ છે.
ઉપરાંત સંસ્થાના પ્રમુખ હાજી મોહંમદભાઈ આગરીયા તથા ટ્રસ્ટીગણ અને સભ્યો હાજી જુમાભાઈ રાયમાં, ઇનામુલહક ઇરાકી, યુસુફભાઈ સંઘાર, સૈયદ હૈદરશા પીર, હાજી નુરમામદભાઇ રાયમા, હબીબશા સૈયદ, અનવરશ સૈયદ, સુલતાનભાઇ માંજોઠી, સાદિકભાઇ રાયમા, શાહનવાઝ શેખ, સલીમભાઈ રાયમા, મો.અબુદુજાના, મોહમ્મદઅલી ભીમાણી, નાસીરખાન પઠાણ, અ.રસુલભાઈ અગરીયા, અશરફભાઈ પાસ્તા, ઈદ્રીસભાઈ વ્હોરા, અકરમભાઈ કુરેશી, હાજી નુરમોહમ્મદ માધરા, રફીકભાઈ તુર્ક વગેરે દ્વારા સંસ્થાની મીટીંગ માં નિર્ણય લેવાયો છે કે ઉપરોક્ત વકફ નવી નોંધણી કે નોંધાયેલ મિલકતમાં સુધારા-વધારા માટેના જરૂરી આધારો મળે થી જે તે સંસ્થાનું બંધારણ, સંમતિ પત્ર, ઠરાવ સહિતની નોંધણી માટેની જરૂરી કામગીરી ઇત્તિહાદુલ મુસ્લેમીન-એ-હિન્દ સંસ્થા તરફ થી નિશુલ્ક પૂર્ણ કરી આપવામાં આવશે. ઉપરોક્ત તમામ કર્યો માટે નીચે મુજબ ના મોબાઈલ નંબર આપેલ છે જેના પર સંપર્ક કરી વકફ બોર્ડમાં નવી નોંધણી અથવા નોંધાયેલ મિલકત માં સુધારા વધારા અંગે તમામ માહિતી મેળવવાની રહેશે તથા નીચે મુજબના સંસ્થાના સરનામે સંપર્ક કરવાનું રહેશે. એવું સંસ્થા ના પ્રવક્તા જલાલશા સૈયદ ની યાદીમાં જણાવ્યું હતું.
ગુજરાત રાજ્ય માટે હેલ્પ લાઈન નંબર :
- હાજી મોહંમદભાઈ આગરીયા (૯૯૦૯૦૯૯૭૮૬, ૯૭૨૭૨૯૯૭૮૬),
- હાજી નુરમોહંમદભાઈ રાયમા (૯૭૨૫૮ ૭૯૬૭૨)
કચ્છ જીલ્લા માટે માટે હેલ્પ લાઈન નંબર :
- હાજી મોહંમદભાઈ આગરીયા (૯૯૦૯૦ ૯૯૭૮૬, ૯૭૨૭૨ ૯૯૭૮૬),
- હાજી નુરમોહંમદભાઈ રાયમા (૯૭૨૫૮ ૭૯૬૭૨),
- સૈયદ હબીબશા બાવા (૯૯૧૩૮ ૪૦૬૯૬),
- અ.રઝાકભાઈ બાયડ (૯૬૮૭૭ ૫૨૦૧૦)
ગુજરાત રાજ્ય વકફ બોર્ડમાં નવી નોંધણી માટે નીચે મુજબ ના આધારો લઇ આવવાના રહેશે
- વકફમાં નોંધણી માટે – સમાજ, જમાત, સમિતિ વગેરે નું નામ
- મુતવલીઓ / ટ્રસ્ટીઓના આધાર કાર્ડની નકલ, બે-બે પાસપોર્ટ સાઈઝ ફોટો
- નોંધણી ની પ્રક્રિયા માટે એક મુતવલી નું નામ નક્કી કરવું.
- વકફમાં નોંધણી વાળી મિલકત ના સરકારી આધારો ૭/૧૨ના ઉતારા, વેરા પહોંચ કે દસ્તાવેજ
- વકફમાં નોંધણી વાળી મિલકત ના બે-બે ફોટાઓ
નોંધાયેલ સંસ્થાઓ માં સુધારા વધારા માટે :
- નવી મિલકતો નો ઉમેરો કરવો
- મૃત્યુ પામેલ / રાજીનામું આપેલ ટ્રસ્ટીઓ ના નામ કમી કરી નવા ટ્રસ્ટીઓ/મુતવલીઓ ના નામ ઉમેરવા
સંસ્થાનું સરનામું :
ઇત્તિહાદુલ મુસ્લેમીન-એ-હિન્દ ટ્રસ્ટ
‘આગરીયા પ્રોપર્ટીઝ’બગીચાની સામે, દેવળિયા નાકા,
અંજાર (કચ્છ) પીન : ૩૭૦ ૧૧૦
મોબાઈલ : ૯૯૦૯૦ ૯૯૭૮૬, ૯૭૨૭૨ ૯૯૭૮૬