Gujarat
માનગઢ ખાતે ગુજરાતી ફિલ્મ માનગઢ હત્યાકાંડ નો મુહૂર્ત શોટ્સ સાથે શુટીંગનો પ્રારંભ
મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં આવેલ માનગઢ ધામ ખાતે પૂજારા ફિલ્મ તેમજ વડોદરા સુરેશભાઈ એમ ઠક્કર દ્વારા માનગઢ હત્યાકાંડ ગોવિંદ ગુરૂ ગુજરાતી ફિલ્મનુ શૂટિંગનો શુભારંભ કરવામાં આવ્યો હતો જ્યારે માનગઢ ધામ ખાતે આ ફિલ્મનુ શુટિંગ હાથ ધરવામાં આવ્યુ હતુ.
આમ માનગઢ ખાતે આદીવાસી સમાજને લઈ તેમજ ગુરુ ગોવિંદના જીવનકાર્ય ને લઈ તેમજ અંગ્રેજો દ્વારા આદીવાસી સમાજ પર કરવામાં આવેલ હત્યાકાંડને લઈને સવિશેષ શોર્ટ લેવામાં આવ્યા હતા.આમ માનગઢ ધામ પર આવેલ વિવિધ જગ્યાના સીન લઈ અને આ ફિલ્મની શરૂઆત કરવામાં આવી હતી.જ્યારે આ ફિલ્મમાં આદિવાસી સમાજના કલાકારો સ્થાન આપવામાં આવ્યુ હતુ.આમ આ ફિલ્મના લેખક ડાયરેક્ટર પરાગ પટેલ તેમજ નિર્માતા સુરેશ ઠક્કર તેમજ અન્ય કલાકારોની ઉપસ્થિતમા માનગઢ હત્યાકાંડ ગુજરાતી ફિલ્મની શુભ શરૂઆત કરવામાં આવી હતી.જ્યારે આ ફિલ્મના શુટિંગ દરમિયાન આજુબાજુના સ્થાનિક લોકો પણ ફિલ્મનુ શુટિંગ નિહાળવા માટે ઉપસ્થિત થયા હતા.
આમ આદીવાસી સમાજની પ્રણાલી ના અનુસંધાનમાં અને આદિવાસી સમાજને ઉજાગર કરતુ નવુ નજારાણુ ગુજરાતી ફિલ્મ માનગઢ હત્યાકાંડ ફિલ્મનુ શુટિંગ શરૂ થતા આદિવાસી સમાજમાં ખુશીનો માહોલ છવાયો હતો.જ્યારે રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોર પણ માનગઢ ખાતે ઉપસ્થિત રહ્યા હતા અને તેમના દ્વારા સવિશેષ માર્ગદર્શન પણ આપવામાં આવ્યુ હતુ.
(પ્રતિનિધિ સલમાન મોરાવાલા સંતરામપુર)