Gujarat
ગુજરાતની “રૂર્બન ક્વીન” એક્ટ્રેસ અને સિંગર કશીશ રાઠોરે સેવાકીય કાર્યો કરી જન્મદિવસ ની ઉજવણી કરી

(અવધ એક્સપ્રેસ દ્વારા)
ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની નવી યુવા અભિનેત્રી તથા પ્લેબેક સિંગર કશિશ રાઠોરે અલગ અંદાજમા પોતાનો જન્મદિવસ ઉજવ્યો. કશીશે જન્મદિવસ પેહલાનું આખું સપ્તાહ અલગ અલગ સમાજસેવા ના કાર્યો કર્યા જેમાં બ્લડ ડોનેશન કેમ્પ, ગરીબોને કપડાં-નાસ્તા અને જરૂરિયાતની વસ્તુઓ આપી, દિવ્યાંગ બાળકોને રમકડા,વૃક્ષારોપણ વગેરે સેવાકીય પ્રવૃત્તિ કરી સાચા અર્થમાં જન્મદિવસની ઉજવણી સાર્થક કરી.આજની યુવા પેઠીને માર્ગદર્શન મળે તેવું પ્રશંસનીય કાર્ય કરી લોકોની પ્રસંશા મેળવી હતી
કશિશ રાઠોરનાં જન્મદિવસે મીડિયા, ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી તેમજ મ્યૂઝિક ઇન્ડસ્ટ્રી ના ખૂબ જાણીતાં કલાકારો જેમકે અરવિંદ વેગડા, ઉમેશ બારોટ, દેવ પગલી, બંકિમ પાઠક, મનુ રબારી, જીગર સ્ટુડિયો, મંતવ્ય ન્યુઝ હેડ જીજ્ઞેશ પટેલ, પરાગ પંડ્યા, નદીમ વઢવાણિયા, દિલીપ ખાચર વગેરેએ હાજરી આપી બર્થડે તેમજ સક્સેસ પાર્ટીનો આનંદ માણ્યો અને કરાવ્યો હતો
કશીશ રાઠોરે 1 વર્ષ ના ટૂંક સમયમાં 90 આલ્બમ સોંગ, 6 ફિલ્મો, અનેક શોર્ટ ફિલ્મ, હિંદી વેબ સિરીઝ,300 જેટલી બ્રાન્ડની એડ્વેટાઈઝ પ્રોજેક્ટ કરીને સફળતા મેળવી છે.
તેઓને મીડિયાએ રૂર્બન ક્વીનના ઉપનામથી નવાજી છે.
* કશીશ રાઠોરે ટૂંક સમયમાં 90 આલ્બમ સોંગ, 6 ફિલ્મો, અનેક શોર્ટ ફિલ્મ, હિંદી વેબ સિરીઝ,300 જેટલી બ્રાન્ડની જાહેરાતો કરીછે
* કશીશ ની એક્ટિંગ તેમજ તેના સૂરીલા અવાજે દર્શકો ઉપર જાદુ કર્યો છે
* બોલીવૂડ તથા ઢોલિવૂડમાં બ્યુટીક્વિન કશીશ ના લાખો ચાહકો છે