Gujarat

દેશમાંથી થતી કુલ નિકાસમાં ગુજરાતની હિસ્સેદારી છેલ્લા ત્રણ વર્ષથી ટોપ ઉપર

Published

on

દેશમાંથી થતાં નિકાસમાં ગુજરાતનો હિસ્સો ચાલુ વર્ષમાં અત્યાર સુધીમાં ૨૯.૬૮ ટકાએ પહોંચી ગયો છે. ચાલુ નાણાંકીય વર્ષમાં આજ સુધીમાં ગુજરાતમાંથી રૂ. ૮૪,૫૦૦ કરોડની નિકાસ કરવામાં આવી છે. વિદેશમાં થતી નિકાસમાં ગુજરાતનો આ આંકડો સૌથી વધુ છે. તો બીજી અમદાવાદથી ભરૂચ સુધી ઇન્ડસ્ટ્રીઝનો એક આખો પટ્ટો ધરાવતા વડોદરામાંથી છેલ્લા ત્રણ વર્ષમાં રૂ. ૬૯,૮૪૨ કરોડની નિકાસ થવા પામી છે.

જી-૨૦ અંતર્ગત એકતાનગર ખાતે ચાલી રહેલી ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ વર્કિંગ ગ્રુપની બેઠકમાં સભ્ય દેશો વચ્ચે આ વિષય ઉપર સંભાવના અને તકો ઉપર મંથન કરવામાં આવી રહ્યું છે. ત્યારે, કેન્દ્ર સરકારના વાણિજ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ ગુજરાતનું મસ્તક ગૌરવ સાથે ઉંચુ કરે એવા છે. આ આંકડાઓ દર્શાવે છે કે નિકાસ કરવામાં ગુજરાત છેલ્લા ત્રણ વર્ષથી સતત ટોપ ઉપર છે.

Advertisement

વર્ષ ૨૦૨૧-૨૨માં ગુજરાતમાંથી કુલ રૂ. ૯,૪૫,૭૯૬ કરોડની નિકાસ થઇ હતી. આ નિકાસ દેશની કુલ નિકાસના ૩૦.૦૫ ટકા હતી. એ વર્ષમાં મહારાષ્ટ્રનો હિસ્સો ૧૭.૩૨ ટકા હતો અને ત્રીજા ક્રમે ૮.૩૪ ટકા સાથે તમિલનાડુ રહ્યું છે. એ પછીના વર્ષ ૨૦૨૨-૨૩માં ગુજરાતની કુલ નિકાસમાં ૩ ટકાથી માતબર વૃદ્ધિ નોંધાઇ હતી. તે વર્ષમાં ગુજરાત રૂ. ૧૨,૦૦,૦૦૧ કરોડ મૂલ્ય ધરાવતી વસ્તુઓની નિકાસ કરવામાં આવી હતી. જે દેશની કુલ નિકાસના ૩૩.૧૪ ટકા હિસ્સો ધરાવે છે. આ નાણાંકીય વર્ષ દરમિયાન પણ મહારાષ્ટ્ર ૧૬ ટકા સાથે બીજા રહ્યું છે. ચાલુ નાણાંકીય વર્ષના અત્યાર સુધીમાં રૂ. ૮૪,૫૦૦ કરોડની નિકાસ થઇ છે. આ આંકડો પણ દેશના તમામ રાજ્યો પૈકી સૌથી વધારે છે.

ગુજરાતમાંથી નિકાસ કરતા જિલ્લાઓમાં અમદાવાદનો ક્રમ પ્રથમ છે. ચાલુ વર્ષમાં અમદાવાદમાંથી રૂ. ૭૬૨૦ કરોડની નિકાસ થઇ છે. દવાઓ, મશીનરી, સ્માર્ટસ ફોન, આભૂષણો, ચોખા, કપાસ અને કાપડ સહિતની વસ્તુઓની અધિકત્તમ નિકાસ અમદાવાદથી થઇ છે.

Advertisement

 

તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ રોજગારીના સર્જન માટે ઔદ્યોગિક વિકાસ માટે પ્રશસ્ત કરેલા માર્ગ ઉપર ચાલતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસની નીતિ, સેક્ટરવાઇઝ પોલીસી અને કેન્દ્ર સરકારની નિકાસ પ્રોત્સાહક યોજનાઓનું પરિણામ આ આંકડાઓ દર્શાવે છે. ગુજરાતમાં નિકાસને વેગ મળવા પાછળ જરૂરી સુવિધાઓની ઉપલબ્ધી તો છે જ, તેના સાથે ગુજરાત ઇઝ ઓફ લોજીસ્ટીક, લીડ ઇન્ડેક્સ અને કાર્ગો હેન્ડલિંગમાં શીર્ષ રાજ્ય છે.

Advertisement

વડોદરા પણ નિકાસની બાબતોમાં ઉભરી રહ્યું છે અને અહીંથી અનેક વસ્તુઓની વિદેશમાં નિકાસ કરવામાં આવે છે, આ નિકાસથી વિદેશી હુંડિયામણ રળી આપવામાં વડોદરા પણ આગે કદમ છે.

છેલ્લા ત્રણ નાણાંકીય વર્ષ એટલે કે, ૨૦૨૧-૨૨, ૨૦૨૨-૨૩ અને ૨૦૨૩-૨૪ (ચાલુ) દરમિયાન વડોદરામાંથી થયેલી નિકાસનું મૂલ્ય અનુક્રમે જોઇએ તો રૂ. ૩૧,૨૪૮ કરોડ, રૂ. ૩૫,૭૮૫ કરોડ અને રૂ. ૨૮૦૮ કરોડ છે. આમ, છેલ્લા ત્રણ વર્ષમાં રૂ. ૬૯,૮૪૨ કરોડની નિકાસ થઇ છે.

Advertisement

વડોદરામાંથી મહત્તમ કેમિકલ, દવાઓ, મશીન અને તેના પાર્ટ્સ, સ્માર્ટસ ફોન સહિતની વસ્તુઓ અને કોમોડિટીની નિકાસ થાય છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની સફળ વિદેશ નીતિના કારણે સ્થાનિક કક્ષાએ નિકાસકારોને પ્રોત્સાહન મળ્યું છે. આ નવા ભારતની ગ્રોથ સ્ટોરી છે.

Advertisement

* ચાલુ નાણાંકીય વર્ષમાં આજ સુધીમાં ગુજરાતમાંથી રૂ. ૮૪૫૦૦ કરોડની નિકાસ કરવામાં આવી
*ગુજરાતમાંથી વર્ષ ૨૦૨૧-૨૨માં રૂ. ૯૪૫૭૯૬ કરોડ, ૨૦૨૨-૨૩માં રૂ. ૧૨૦૦૦૦૧ કરોડના મૂલ્યની નિકાસ થઇ હતી
* વડોદરામાંથી છેલ્લા ત્રણ વર્ષમાં રૂ. ૬૯૮૪૨ કરોડના મૂલ્યની નિકાસ થઇ

Advertisement

Trending

Exit mobile version