Gujarat
GUJCET: શિક્ષણ બોર્ડ દ્વારા ગુજકેટ 2023ની પરીક્ષાની તારીખની કરાઈ જાહેર
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી 3 એપ્રિલ, 2023ના રોજ ગુજકેટની (GUJCET 2023) પરીક્ષા યોજાવાની જાહેરાત કરવામાં આવી છે.
ગુજકેટની પરીક્ષા માટેનો સત્તાવાર પત્ર આજે જાહેર કરી દેવામાં આવ્યો છે. જેમાં જણાવ્યા મુજબ, 23 એપ્રિલ સોમવારે ગુજકેટની પરીક્ષા જિલ્લા કક્ષાના કેન્દ્રો લેવામાં આવશે. આ પરીક્ષાનો સમય સવારે 10 થી સાંજે 4 વાગ્યા સુધીનો રહેશે.
જણાવી દઈએ કે, ધોરણ-12 (HSC)ની પરીક્ષા બાદ એન્જિનિયરિંગ અને ફાર્મસીના અભ્યાસક્રમમાં ડિગ્રી તેમજ ડિપ્લોમા પ્રવેશ માટે ગુજકેટની પરીક્ષા ફરજિયાત લેવામાં આવે છે.આ પરીક્ષા સાયન્સના A,B અને AB ગ્રુપના વિદ્યાર્થીઓ આપશે. ગુજકેટની એક્ઝામ ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી એમ ત્રણેય ભાષામાં લેવામાં આવશે.