Gujarat
હજ કમિટીના ચેરમેન ઈકબાલભાઈ સૈયદે નાપાડ ની મુલાકાત લીધી

તારીખ ૨૬ જાન્યુઆરી ના રોજ આણંદ જિલ્લાના નાપાડ વાંટા ગામના સામાજિક કાર્યકર નશરૂદ્દીન રાઠોડ ની મુલાકાત લીધી હતી. અને આશરે એક કલાક થી વધુ સમય હજ માં જતા હાજીઓને પડતી મુશ્કેલીઓ વિશે વાત કરી હતી. અને હાજી ઓને પડતી મુશ્કેલીઓ માટે નિરાકરણ લાવવા માટેની ખાત્રી આપી હતી. અને હાજીઓની વ્યવસ્થા માટે ચેરમેન પોતે જ ફ્રેબુઆરી માસ માં સાઉદી અરેબિયા જઈ રહ્યા છે.
ચૂંટણી ટાઈમે ભાજપ ના હજ કમિટી ના ચેરમેન ની નશરૂદ્દીન રાઠોડની મુલાકાત ને રાજકીય મુલાકાત તો નહીં હોય તેવુ પણ ચર્ચાઈ રહી છે.૨૦૨૪ માં થનાર હજ માં ગુજરાત રાજ્ય માંથી ૧૨ થી ૧૫ હજાર હાજી ઓ હજ માટે જઈ શકે તે માટે હજ કમિટીના ચેરમેન જનાબ ઇકબાલ સૈયદ દ્વારા સરકાર ને લેખીત રજુઆત કરવામાં આવી છે.